અમરેલીમાં લોટી ઉત્સવ :માળાપહેરામણી મનોરથ યોજાયો

અમરેલી,અમરેલી મોઢ મહાજન અને મોઢ વણીક યુવક મંડળ આયોજીત તા. 5/1/2020 રવિવાર પોષ સુદ 10 ના રોજ યમુના મહારાણીજીનો લોટી ઉત્સવ તથા સમુહ માળાપહેરામણી મનોરથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના મુખ્ય મનોરથી પ.ભ.પરીખ નટવરલાલ વલ્લભદાસ પરિવાર તેમજ પ.ભ.ગં.સ્વ. મંજુલાબેન નટવરલાલ પરીખ, દિનેશભાઇ વલ્લભદાસ પરીખ, ગો.વા. ચંદુબેન ગીરધરલાલ પારેખ, અ.સૌ. ભારતીબેન ધીરેેન્દ્રકુમાર પારેખ, અ.સૌ. હંસાબેન સુરેશભાઇ મહેતા, હ.શ્રી. સુનીલભાઇ, હીતેષભાઇ પરીખ અમરેલી હાલ ભાવનગર દ્વારા આયોજન કરેલ હતું. છાકનો ભવ્ય મનોરથ દ્વારકાધીશ હવેલીમાં સવારે 11:30 કલાકે યોજાયો હતો. તેમજ યમુના મહારાણીજીના સામૈયા દ્વારકાધીશ હવેલીથી કપોળ મહાજન વાડીએ સાંજે 4 કલાકેનિકળી.
સાંજના 5 કલાકે પહોચેલ ત્યારબાદ વચનામૃત, યમુના પાન, માળાપહેરામણી અને અમરેલી તથા ભાડેરની કીર્તન મંડળી દ્વારા યમુનાપાન, આપશ્રીના વચનામૃત, માળાપહેરામણી સાંજે 5 કલાકે મહાપ્રસાદ, સાંજે 8:30 કલાકે અમરેલી કપોળ મહાજન વાડીમાં રાખેલ. આ કાર્યક્રમમાં પુ.પા.ગો. 108 શ્રી પુરૂષોતમલાલજી મહારાજ (રાજુબાવા) ના સાનીધ્યમાં રાખવામાં આવેલ.
આ પ્રસંગે અમરેલી ટાવર ચોક વેપારી મંડળના પોપટલાલ કાશ્મીરા, રણજીતભાઇ ડેર, વેપારી અગ્રણી કાળુભાઇ રૈયાણી, દિલીપભાઇ પરીખ સહિત વેપારી અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.
આ પ્રસંગે કુલ 51 જેટલા લોકોની સમુહ માળાપહેરામણી કરવામાં આવી હતી. મુખ્ય મનોરર્થી અને અન્ય મનોરર્થી સાથે યમુનામહારાણીજીની સમુહમાં આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ માળાપહેરામણી અને પુ.પા.ગો. 108 શ્રી પુરૂષોતમલાલજી મહારાજ (રાજુબાવા) દ્વારા વચનામૃત સાથે આર્શીવચન પાઠવ્યા હતા.