અમરેલી,
અમરેલી નગરપાલિકા દ્વારા પ્રમુખ મનીષાબેન સંજયભાઇ રામાણીનાં અધ્યક્ષ સ્થાને તા.20-7 બુધવાર સવારે 9:30 કલાકે વંદે ગુજરાત વિકાસ રથનું આગમન થતા જેસિંગપરા શાળાની બાળાઓ દ્વારા કુમકુમ તીલક કરી સ્વાગત, પ્રાર્થના રજુ કરી હતી સ્વાગત ગીત બાદ મહેમાનોનું ઔષધીય છોડથી સ્વાગત કરવામાં આવેલ આ પ્રસંગે ચીફ ઓફિસર એચ.કે.પટેલ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવેલ વંદે ગુજરાત વિકાસ યાત્રા અંગેની ફિલ્મ બતાવામાં આવી હતી આ કાર્યક્રમમાં કારોબારી ચેરમેન સુરેશભાઇ શેખવા દ્વારા થયેલા પુર્ણ થયેલ વિકાસ કામોની વિગતો રજુ કરી હતી. તેમજ અધ્યક્ષસ્થાનેથી પ્રમુખ મનીષાબેન રામાણી દ્વારા મંજુર થયેલ સરકાર પ્ર ેરીત અમૃત યોજના અંતર્ગત અમરેલી હિરકબાગ વોટર વર્કસ નિર્માણ, સરકાર પ્રેરીત નલ સે જલ યોજના હેઠળ અમરેલી શહેરનાં દરેક ઘરને નળથી પાણી પુરૂ પાડી શકાય તે માટે નવા ભળેલા આઉટ ગ્રોથ વિસ્તારમાં છેવાડાનાં માનવી સુધી પાણી પુરવઠો પુરો પાડી શકાય. તે માટે અંદાજીત રૂા.725 લાખનાં પ્રોજેક્ટને તૈયાર કરવામાં આવેલ છે તેમજ આગામી ટુંક સમયમાં ટેન્ડરો આમંત્રીત કરી કામગીરીનું અમલીકરણ કરવામાં આવશે. 15માં નાણા પંચની ગ્રાન્ટ તથા 50 ટકા વ્યવસાય વેરા ગ્રાન્ટ તેમજ મનોરંજન ગ્રાન્ટ વગેરેમાંથી લાઠી રોડ બાયપાસ પાસે આવેલા વિર હમીરસિંહજી ગોહિલ સર્કલ ડેવલોપ કરી આસપાસનાં વિસ્તારમાં ગાર્ડન ડેવલોપમેન્ટ તથા શહેરમાં પાણી પુરવઠાને લગત કામગીરી અને સીસી, પેવીંગ બ્લોડ રોડ, કમ્પાઉન્ડ વોલ, આંગણવાડીઓ વગેરે માટે રૂા.122 લાખ કામગીરીનાં ટેન્ટરો આમંત્રીત કરવામાં આવેલ છે. અમરેલીની દિવ્યાંગ દિકરીઓની ચિંતા અને સમસ્યાઓ સામાન્ય રીતે કોઇને નજરે જોવા મળતી નથી. અમરેલી પાલિકા તરફથી દિવ્યાંગ દિકરીઓની સંસ્થા મણીનગરની અંધશાળાની દિકરીઓની અભ્યાસનાં સ્થળે જવાની ચિંતા કરી ટાટા મેજીક આ સંસ્થાને ખરીદ કરી નગરપાલિકા તરફથી ફાળવવામાં આવેલ છે. આ સિવાય પાલિકા દ્વારા ગૌશાળાનાં નિભાવમાં મદદરૂપ બનવા તેમજ ગાયત્રી મોક્ષધામમાં તમામ સુવિધાઓ અને ગેસ આધારીત સ્મશાન ભઠ્ઠી પણ કાર્યરત કરવામાં આવી છે.
નગર પ્રાથમિક શિક્ષણ સંચાલિત શહેરની તમામ પ્રાથમિક શાળાઓનાં બિલ્ડીંગ રીનોવેશન ધો.4 થી 8 નાં વિદ્યાર્થીઓ માટે ડો.અબ્દુલ કલામ ગણીત વિજ્ઞાન પ્રયોગ શાળા શ્રમજીવીઓ માટે વિશ્ર્વકર્મા ભુવન, અમરેલી શહેરમાં અમૃત યોજના હેઠળ કામનાથ ગાર્ડનને નવે સરથી તૈયાર કરવાની કામગીેરી, શહેરમાં અલગ અલગ 40 જેટલી આંગણવાડીઓ તમામ સુવિધા અને મજબુતાઇ સાથે તૈયાર કરવામાં આવી. શહેરમાં એલઇડી, સ્ટ્રીટ લાઇટની કામગીરી પુર્ણ કરવામાં આવી છે.આ કાર્યક્રમમાં પાલીકાના ઉપપ્રમુખ રમાબેન મહેતા, સભ્ય સંદીપભાઇ માંગરોળીયા, ફાયર ઓફીસર શ્રી ગઢવી, તાલુકા હેલ્થ ઓફીસર આરકે સિન્હા ઉપસ્થિત રહયા હતા.જેસીંગપરા પ્રા.શાળાની બાળાઓ દ્વારા રથનું કુમ કુમ તિલકથી સ્વાગત કરેલ અર્બને હેલ્થ સેન્ટર-1 દ્વારા બીપી, ડાયાબીટીસ ચકાસણી તેમજ કોવીડ પ્રિ કોશન ડોઝ આપવામાં આવેલ અને સવારના યોગા કરવામાં આવેલ હતા.સરકારશ્રીની પીએમ જેવાય કાર્ડ યોજનાના તેમજ આવાસ યોજનાના લાભાર્થીઓને વિતરણ કરવામાં આવેલ.