અમરેલીમાં વગર મંજુરીએ લગ્નનો જમણવાર કરી ડીજે વગાડનાર હોટલ માલીકની ધરપકડ

અમરેલી તાલુકા પોલીસ દ્વારા ગુનો દાખલ કરી ડીજે કબ્જે કરવામાં આવ્યું : કોરોનાને અટકાવવા કડવા ડોઝ રૂપી પગલાઓ શરૂ

અમરેલી,
બીજા ખતરનાક તબક્કામાં પ્રવેશેલા કોરોનાને રોકવા માટે એસપીશ્રી નિર્લિપ્ત રાયની સુચનાથી પોલીસ દ્વારા આકરા પગલાઓ શરૂ કરવામાં આવ્યા છે એપેડેમીક એક્ટ તથા જાહેરનામાના ભંગ બદલ કડક કાર્યવાહી શરૂ થઇ છે આજે અમરેલીની શ્રીજી હોટલમાં મંજુરી વગર લગ્ન પ્રસંગનો જમણવાર યોજી ડીજે વગાડવા બદલ હરેશભાઇ રમણીકભાઇ માંગરોળીયા સામે એપેડેમીક એક્ટ તથા જાહેરનામાના ભંગ બદલ તાલુકા પીએસઆઇ શ્રી પઠાણ દ્વારા ગુનો દાખલ કરી અને તેની ધરપકડ કરવામાં આવી હતી તથા ડીજે કબ્જે કરવામાં આવ્યુ હતુ.