અમરેલી,
અમરેલીમાં આગામી તા.20 રવિવારના ફોરવર્ડ હાઇસ્કુલના મેદાનમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની સભા હોવાથી જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેમાં એરોડ્રામથી લઇને સભા સ્થળ સુધી અને મુખ્યમાર્ગો ઉપર પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે.1 આઇજી, 1 ડીઆઇજી, ચાર એસપી, 12 ડિવાયએસપી, 21 પીઆઇ, 51 પીએસઆઇ, 1043 પોલીસ, 250 હોમગાર્ડ, અન્ય સુરક્ષાદલ 150, 8 ઘોડેસવાર, 20 વિડીઓગ્રાફર, 4 ક્રેન, પ્રેસ મીડીયા કારનો કાફલો તૈેનાત કરવામાં આવેલ છે.વડાપ્રધાનશ્રીની સભા માટે પોલીસને આજ થી પોતાની ફરજ સોંપવામાં આવી છે અને અમરેલીના ચિતલ રોડ, લાઠી રોડ, સર્કીટ હાઉસ, એરોડ્રામ સહિતના વિસ્તારોમાં પોલીસ ગોઠવાઇ ગઇ છે.