અમરેલી જિલ્લામાં કોરોનાનો કોપ : વધુ દસ પોઝિટિવ કેસો

  • બીજા જિલ્લાની સરખામણીએ અમરેલી જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા ઓછી પણ મરણની ટકાવારી ઉંચી
  • અમરેલી જિલ્લામાં મંગળવારે કોરોનાના 10 કેસ આવ્યા : કોરોનાના કુલ કેસ 116 હવે અમરેલીમાં રોજ દાખલ થતા કોરોનાના શંકાસ્પદ દર્દીની સંખ્યા પણ વધી રહી છે
  • અમરેલીમાં કોંગ્રેસના સેવાભાવી અગ્રણી સહીત બે કેસ, મેઘાપીપળીયા, અકાળામાં બે, ગમા પીપળીયા, પાંચ તલાવડા, ધાવડીયા, ડેડકડી, ભોરીંગડામાં પોઝિટિવ કેસ

અમરેલી,અમરેલી જિલ્લામાં ગુજરાતના બીજા જિલ્લાની સરખામણીમાં કોરોનાના કેસની સંખ્યા ઓછી છે પણ તેની સામે મરણની ટકાવારી ઉંચી છે આ ચિંતા વચ્ચે કોરોનાનો કોપ શરૂ થયો છે આજે મંગળવારે વધ્ાુ 10 પોઝિટિવ કેસ સાથે અમરેલી જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 116 ઉપર પહોંચી છે.મંગળવારે કુંકાવાવના મેઘા પીપળીયાના 23 વર્ષના યુવાન, લાઠીના અકાળામાં 48 વર્ષની મહિલા અને 50 વર્ષના પુરૂષ તથા બાબરાના ગમા પીપળીયામાં 39 વર્ષના આધ્ોડ, અમરેલીના બટારવાડીના 40 વર્ષના આધ્ોડ અને ગજેરાપરાના કોંગ્રેસના રાજકીય અગ્રણી તથા લીલીયાના પાંચ તલાવડાના 27 વર્ષની મહિલા, ખાંભાના ધાવડીયામાં 66 વર્ષના વૃધ્ધ, સાવરકુંડલાના ડેડકડીની 35 વર્ષની મહિલા અને લીલીયાના ભોરીંગડામાં 70 વર્ષના વૃધ્ધના રિપોર્ટ પોઝિટિવ આવતા તે વિસ્તારમાં કંટેનમેન્ટ ઝોન ઉભા કરવા સહિતની તકેદારી લેવામાં આવી છે આ સાથે જિલ્લાના સાત નવા ગામોમાં કોરોનાનો પંજો ફેલાયો છે.