અમરેલીમાં વધુ 20 માનવ જિંદગી મોતનાં ખપ્પરમાં હોમાઇ

  • અમરેલીના સ્મશાનોમાં સતત સળગતી ચિતાઓ : મંગળવારે સૌથી વધુ 46 કોરોનાના કેસ : કોરોનાથી વધુ એક સતાવાર મોત : કુલ સતાવાર મરણાંક 44

અમરેલી, અમરેલી શહેરમાં મોતનું તાંડવ યથાવત રહયુ છે કોરોનાની મહામારી અને મૃત્યુના બનાવો ભયજનક રીતે વધી રહયા છે આજે મંગળવારે અમરેલીમાં 15 કોરોનાના અને અન્ય ચાર મળી 19 લોકોના મૃત્યુ નીપજ્યા હતા.અમરેલી શહેરના એરપોર્ટ સામે રહેતા 100 વર્ષના વૃધ્ધ, ચોરાપામાં રહેતા 59 વર્ષના વૃધ્ધ, ચક્કરગઢ રોડે રહેતા 52 વર્ષના આધેડ, હનુમાનપરાના 40 વર્ષના આધેડ અને 50 વર્ષના એક મહિલા મળી શહેરના પાંચ કોરોનાના દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ થયા હતા આ ઉપરાંત લીલીયાના 50 વર્ષના મહિલા, રાજકોટના 68 વર્ષના વૃધ્ધ, સલડીના 60 વર્ષના વૃધ્ધ, બાઢડાના 51 વર્ષના મહિલા, રાજુલાના 47 વર્ષના આધેડ, સાવરકુંડલાના 42 વર્ષના આધેડ, લીલીયાના આંબા ગામના 68 વર્ષના વૃધ્ધા, બગસરાના માવજીંજવાના 60 વર્ષના વૃધ્ધ, દામનગરના પાડરશિંગા ગામના 70 વર્ષના વૃધ્ધા અને જુનાગઢના 49 વર્ષના આધેડના સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યા હતા આ ઉપરાંત અમરેલી શહેરમાં અન્ય બિમારીના કારણે ચાર લોકોના મળી સવારથી સાંજ સુધીમાં કુલ 19 લોકોના અમરેલીની ધરતી ઉપર મૃત્યુ નીપજ્યા હતા. આ ઉપરાંત આજે કોરોનાની સતાવાર રીતે સાવરકુંડલાના 60 વર્ષના મહિલા દર્દીનું મૃત્યુ નીપજતા કોરોનાનો સતાવાર મરણાંક 44 થયો છે. રાજુલામાં કોરોનાનાં 9 પોઝિટિવ કેસ એક જ દિવસમાં નોંધાયા છે તથા શહેરના પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલો કોરોનાના તથા તાવ, શરદી, ઉધરસના કેસથી ઉભરાઇ રહી છે.બીજી તરફ અમરેલીમાં કોરોનાનાં સતાવાર રીતે 46 કેસ નોંધાયા છે અને 16 દર્દીઓ સાજા થતા હાલમાં 311 દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.