અમરેલીમાં વધુ 25 પોઝિટિવ કેસ : 29 શંકાસ્પદ દર્દી દાખલ

  • રવિવારે જિલ્લાના એક સાથે 38 કેસ પોઝિટિવ આવ્યા : 6 દિવસ બંધ રહેલ ચા, નાસ્તા, પાનની દુકાનોથી ઘટેલ સંક્રમણ અઠવાડીયા પછી દેખાશે
  • સાવરકુંડલાના દેરાસર શેરીમાં એક જ પરિવારના ત્રણ સભ્યો પોઝિટિવ : લાઠીનાં ભાજપના આગેવાને અમદાવાદમાં ટેસ્ટ કરાવતા પત્ની અને પુત્રી સાથે રિપોર્ટ પોઝિટિવ આવ્યો

અમરેલી,(ડેસ્ક રિપોર્ટર)
રવિવાર પહેલા જિલ્લાના 400 જેટલા ભાવનગર લેબોરેટરીમાં ગયેલા સેમ્પલોનો નિકાલ કાલે એક સાથે આવ્યો હતો અને 38 કેસ નોંધાયા બાદ આજે બીજા દિવસે પહેલા 22 અને અમદાવાદમાં રિપોર્ટ કરાવાયેલ લાઠીના ભાજપ આગેવાન પરિવારના મળી કુલ 25 કેસ સોમવારે સામે આવ્યા છે અને રવિવારે એક કોરોના પોઝિટિવ દર્દીનું મૃત્યુ પણ સામે આવ્યુ છે.
રવિવારે અમરેલી શહેરમાં 6 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ સોમવારે પ્રથમ જાહેર થયેલા 22 માંથી 7 કેસ અમરેલી શહેરના આવ્યા છે જેમાં બટારવાડીમાં 3, ગજેરાપરામાં 2, માણેકપરા અને શાકમાર્કેટના મળી 7 કેસ નોંધાયા છે જિલ્લા આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર તથા પોલીસ તંત્ર દ્વારા સંક્રમણને રોકવા માટે કવોરન્ટાઇન સહિતના સંખ્યાબંધ પગલાઓ લેવાઇ રહયા છે આમ છતા કોરોનાનું સંક્રમણ સ્થાનિક સ્તરે થઇ ચુક્યુ છે તે રોજના પાંચ સાત કેસથી સામે આવી રહયુ છે હવે શહેરીજનો તકેદારી નહી રાખે તો આ કેસની સંખ્યા વધ્ો તો નવાઇ નહી.દરમિયાન સોમવારે છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાનાં શંકાસ્પદ વોર્ડમાં વધુ 29 દર્દીઓ દાખલ થયા છે જેમાં લાઠીના દુધાળા, બાબરાના થોરખાણ, અમરેલીના ચક્કરગઢ રોડ, આંબરડી, ચિતલ, જશવંતગઢ પરા, ખાંભાના લાશા, અમરેલીના વેણીવદર, અમરેલી પોલીસ લાઇન, અમરેલી વિદ્યાસભાના બે, સાવરકુંડલાના વણોટ, સાજીયાવદરના 4, અમરેલી, સાવરકુંડલાના ઓળીયા,મોલડી, અમરેલી માણેકપરા શેરી નં.6, દામનગર, વિઠલપુર ખંભાળીયા, જાફરાબાદ પીપળીકાઠા, ધારી નાગધ્રા, કેરીયા રોડ અમરેલી, દામનગર સરમાળીયા પરા, બગસરાના જુના વાઘણીયા, અમરેલીના મોટા ભંડારીયા અને લીલીયાના ગુંદરણ ગામના દર્દીનો સમાવેશ થાય છે. તથા ડેડાણ ગામના એક મહિલાનું મૃત્યુ થયુ હતુ.