અમરેલીમાં વધુ 4 ના મોત : કોરોનાનાં 30 કેસ

  • લોકડાઉનને બદલે હવે સોશ્યલ ડીસ્ટન્સ રાખવુ જરૂરી : જે ડીસ્ટન્સ નહી જાળવે તેને કોરોના વળગશે
  • કોરોના મોતનું તાંડવ ખેલી રહયો છે : અમરેલીના પત્રકાર, બાબરાના વૃધ્ધા, નિતલી ગામના વૃધ્ધ અને અમરેલીના 68 વર્ષનાં મુસ્લિમ વૃધ્ધના 24 કલાકમાં મૃત્યું નીપજ્યાં
  • કાલે કુંડલા આગળ હતુ આજે અમરેલીએ પહેલો નંબર જાળવી રાખ્યો 30માંથી 13 કેસ અમરેલીનાં : કુંડલા શહરે અને તાલુકાનાં 6 કેસ : કોરોનાનાં 12 શંકાસ્પદ દર્દી દાખલ 

અમરેલી,
લોકડાઉનને બદલે હવે સોશ્યલ ડીસ્ટન્સ રાખવુ જરૂરી છે અને જે ડીસ્ટન્સ નહી જાળવે તેને કોરોના વળગશે અને તેમાં યમરાજનો ભેટો થવાની પણ શક્યતા વધારે રહેલી છે ગુરૂવારે અમરેલીમાં વધુ 4 ના મોત થયા હતા અને કોરોનાનાં 30 કેસ સામે આવ્યા છે.
અમરેલી જિલ્લામાં કોરોના મોતનું તાંડવ ખેલી રહયો હોય તેમ અમરેલીના 65 વર્ષના પત્રકાર, બાબરાના 75 વર્ષના વૃધ્ધા, ગીર ગઢડાના નિતલી ગામના 80 વર્ષના વૃધ્ધ અને અમરેલીના 68 વર્ષનાં મુસ્લિમ વૃધ્ધના 24 કલાકમાં મૃત્યું નીપજ્યાં
હતા કોરોનાનાં કેસમાં કાલે સાવરકુંડલા આગળ હતુ આજે અમરેલીએ પહેલો નંબર જાળવી રાખ્યો છે આજના કુલ 30માંથી 13 કેસ અમરેલી શહેરનાં આવ્યા છે અને કુંડલા શહેર અને તાલુકાનાં 6 કેસ આવ્યા છે જ્યારે કોરોનાનાં 12 શંકાસ્પદ દર્દી દાખલ થયા છે.
અમરેલીમાં આજે સત્ય નારાયણ સોસાયટી, ક્રિષ્નાપાર્ક, જેશીંગપરા, બટારવાડી, માર્કેટીંગ યાર્ડ, સિધ્ધી વિનાયક સોસાયટી, રામનગર, વૃંદાવન પાર્ક, મણીનગર, ગાયત્રી મંદિર પાસે, ગણેશ સોસાયટી, વાંકીયામાં 2 તથા બગસરામાં ગોકુલપરા સહિત 2, સાવરકુંડલામાં સર્વોદય નગર, સીમરણમાં 2, સાવરકુંડલા શહેરમાં 3, દામનગરના હાવતડ, મોટા લીલીયા, તરવડા અને મોટા ગોખરવાડામાં પોઝિટિવ કેસ આવ્યા છે.