અમરેલીમાં વરસાદી પાણીના નિકાલની સીસ્ટમ ફેઇલ

અમરેલી,
અમરેલીમાં વરસાદી પાણીના નિકાલ માટે નગર પાલિકા દ્વારા બનાવાયેલી વોટરસ્ટોર્મ સીસ્ટમ ફેઇલ ગઇ હોય તેમ ગયા શનીવારે માત્ર સવા ત્રણ ઇંચ વરસાદમાં તો અમરેલી પાણી પાણી થઇ ગયું હતુ અને સોસાયટીઓમાં પાણી ઘુસી ગયા હતા. તેના માટે અમરેલી નગરપાલિકા અને જનતા ધ્યાન રાખે કે,જો અમરેલી શહેરમાં કે ઉપરવાસમાં એક સાથે સાત-આઠ ઇંચ વરસાદ પડે તો પણ અમરેલીની હાલત જુનાગઢ કરતાપણ વધારે ખરાબ થશે. અમરેલીમાં હમણા બે-ત્રણ વર્ષ પહેલા જ દસેક કરોડ કરતા પણ વધારે ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે બનાવાયેલ સીસ્ટમમાં જનતાના રૂપિયા પાણીમાં ગયા હોવાની લાગણી છવાઇ છે કારણ કે જો એક સાથે બેત્રણ ઇંચ વરસાદ પડે તો પણ અમરેલીના માર્ગો પાણી પાણી થઇ જાય છે હકીકતમાં એક સાથે વરસાદમાં પણ પાણી ભરાવા જોઇએ નહી સરકાર તેના માટે જ પાલિકાને કરોડો રૂપિયા ફાળવે છે.વર્તમાન પાલિકા બોર્ડ અમરેલી માટે સારા પ્રયાસો કરી રહેલ છે તેમણે આ માટે નકકર પગલા લેવા જોઇએ.