અમરેલી,અમરેલીમાં દર વર્ષે ગણપતી મહોત્સવની ધામધ્ાુમ પુર્વક ઉજવણી કરવામાં આવે છે તે પરંપરા મુજબ આ વર્ષે પણ અમરેલી શહેરનાં સિનિયર સીટીઝન પાર્ક, સરકારવાડા, ચક્કરગઢ રોડ, ભોજલપરા, લાઠી રોડ, જેસીંગપરા સહિતનાં વિવિધ વિસ્તારોમાં ગણપતી મહોત્સવનું આયોજન થતા 9 દિવસ સુધી ગણપતીની પુજા અર્ચના અને અનેક ધાર્મિક કાર્યક્રમો સાથે આજે ગણપતીની મુર્તિનું વિસર્જન કરાયુ હતુ શહેરનાં વિવિધ વિસ્તારોમાંથી આજે વાજતે ગાજતે ગણપતીને થાળ ધર્યા બાદ આરતી કરી શોભાયાત્રા નીકળી હતી અબીલ ગુલાલ અને બેન્ડવાજાના તાલે નીકળેલી વિસર્જન યાત્રામાં અનેક ભાવિકો જોડાયા હતા. કામનાથ સરોવર ખાતે મુર્તિનું વિધિવત વિસર્જન કરાયું હતુ. અને પોતાની શ્રધ્ધા વ્યક્ત કરી હતી. મુર્તિ વિસર્જન માટે કોઇઅકસ્મીક બનાવ ન બને તેથી નગરપાલિકા દ્વારા ખાસ કુંડની વ્યવસ્થા કરવામાં આવી હતી. કામનાથ સરોવર ખાતે મેળા જેવો માહોલ જોવા મળ્યો