અમરેલીમાં વાવાઝોડા અંગે વિડીયો કોન્ફરન્સ યોજાઈ

  • વાવાઝોડા વખતે લેવાનાં પગલાઓ અંગે સબંધીત અધિકારીઓને માર્ગદર્શન આપતા કલેક્ટરશ્રી આયુષકુમાર ઓક

અમરેલી,
જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓકની અધ્યક્ષતામાં આજે વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લાના સંલગ્ન વિભાગના અધિકારીઓ સાથે વાવાઝોડા વખતે લેવાના પગલાંઓ અંગેની વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં એન.ડી.આર.એફ. અધિકારીએ ઉપસ્થિત તમામ અધિકારીશ્રીઓને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી એન.ડી.આર.એફ.ની કામગીરી અંગે માહિતગાર કર્યા હતા.આ કોન્ફરન્સમાં જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકએ જણાવ્યું હતું કે કેટલાક સમય પૂર્વે અમરેલી જિલ્લામાં સંભવિત વાયુ વાવાઝોડાની અસરના પગલે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે વિસ્તૃતમાં ચર્ચા કરી હતી. વાવાઝોડાની અસરના પગલે તંત્ર દ્વારા આરોગ્ય કર્મી, પોલીસ કર્મી, આર એન્ડ બી જેવા સંલગ્ન વિભાગોના કર્મીઓની ટીમ બનાવી હતી. જાફરાબાદ અને રાજુલાના લો લાઈન વિસ્તાર આઈડેન્ટિફાય કરી રેસ્ક્યુ ઓપરેશન અને અન્ય રાહતકાર્ય માટેની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી, લાઠી પ્રાંત અધિકારીશ્રી, અધિક કલેકટરશ્રી તેમજ સંલગ્ન વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. દરિયાકાંઠા વિસ્તારના રાજુલા અને જાફરાબાદ તાલુકાના અધિકારીશ્રીઓ પણ વેબ કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા.