અમરેલીમાં વાહનચાલકે પોલીસ અધિકારી સાથે ગેર વર્તન કર્યુ

અમરેલી, અમરેલીના લાઠી રોડ ચોકડી પાસે તા.4-7 ના સાંજના સમયે ના.પો.અધિ. એમ.એસ. રાણા પોતાની કાયદેસરની ફરજ પર યુનિફોર્મમાં હોવા છતા ફોરવ્હીલ જીજે10 એસી 7965 ના કાગળો તથા ડ્રાઇવીંગ લાયસન્સ કાર ચાલક ભાવેશકુમાર પુંજાભાઇ ચોપડા રહે. અમરેલીવાળાએ ફરજમાં રૂકાવટ કરી અન્ય કર્મચારી સાથે ગેર વર્તન કરી ધક્કો મારી ગુન્હો કર્યાની અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.