અમરેલીમાં વિકરાળ બનતો કોરોના : 9 કેસ નોંધાયા

  • એક સમયે ખાલી થઇ ગયેલ કોવિડના ખાટલા પાછા દર્દીઓથી ભરાઇ રહયા છે : જો આ જ ગતિએ કોરોના વધશે તો હોસ્પિટલમાં ખાટલાઓ ખુટી પડશે
  • 9 કેસ સાથે જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 4000 ની પાસે પહોંચી ગઇ : 49 દર્દીઓ સારવાર હેઠળ : હવે લોકોએ સ્વયં તકેદારી રાખવી જરૂરી

અમરેલી,
દિવાળીના સમયે સાવ ઓછો થઇ ગયેલ કોરોના પાછો વિફર્યો છે અને સરકાર દ્વારા ચાલી રહેલા રસીકરણ વચ્ચે તથા મિશ્રૠતુના સમયમાં કોરોનાના કેસ વધી રહયા છે રોજના એક બે થઇ ગયેલા કેસ વધીને 9 સુધી પહોંચ્યા છે અને આ કેસમાં ઘટાડો થવાને બદલે વધારો થઇ રહયો છે આજે શુક્રવારે જિલ્લામાં કોરોનાના 9 કેસ નોંધાયા છે તેની સામે 4 દર્દીઓ કોરોનામુક્ત થયા છે અને હાલમાં સારવાર હેઠળ રહેલા દર્દીઓનો આંકડો 49 થયો છે તથા એક વર્ષમાં અમરેલી જિલ્લાના 41 લોકોના સતાવાર રીતે મોત નીપજાવનાર કોરોનાના કુલ કેસ 3954 થયા છે.
ચુંટણી અને થાળે પડતા જનજીવનને કારણે લોકોમાં એવો ભ્રમ ઉભો થયો છે કે કોરોના માત્ર કોમનમેનને જ નડે છે અને ત્યારે જ વધ્ો છે ચુંટણી અને રાજકીય કાર્યક્રમો વખતે તે નડતો નથી પણ હકીકતમાં આ રાજકીય કાર્યક્રમો અને બીજા મોટા ફંકશનોને કારણે લોકોમાં કોરોનાનો ડર ન રહેતા તે ફરી માથુ ઉચકી રહયો છે આ એ જ કોરોના છે કે જેણે સતાવાર રીતે અમરેલી જિલ્લામાં એક વર્ષની અંદર 41 લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે અને તેની આડ અસરને કારણે મૃત્યુ પામેલાની સંખ્યા દસ ગણી છે ત્યારે લોકોએ વેક્સિનેશન પુરૂ ન થાય ત્યાં સુધી સ્વયં કાળજી રાખવી પડશે.