અમરેલીમાં વિકલાંગ સહાયતા કેમ્પ યોજાશે

અમરેલી,8મી માર્ચે ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિતે જ્યોત ફાઉન્ડેશન તથા ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગોને સ્વનિર્ભર બનાવવા માટે વિનામુલ્યે વિલચેર ટ્રાયસીકલ તથા બગલ ઘોડીની સહાયતા માટે નિદાન કેમ્પ તા.8 રવિાર સવારે 8 થી 12 સુધી શ્યામવાડી ત્રિ મંદિરની બાજુમાં લીલીયા રોડ અમરેલી ખાતે કેમ્પ યોજાશે . જેમાં નિદાન અને નોંધણી પણ એકજ સાથે કરાશે. આ નિદાન કેમ્પનું ગુર્જર ક્ષત્રીય કડીયા સમાજ અમરેલીના અને સનસાઇન ગ્લોબલ ફાઉન્ડેશન વતી કુમારી પ્રેક્ષા ઉર્વીબેન ભરતભાઇ ટાંક દ્વારા સહયોગથી થનાર છે. કેમ્પમાં રજીસ્ટ્રેશન માટે ભાવનાબેન ટાંક 99989 69571 દિનેશભાઇ દેસાઇ 97148 84218 નો સંપર્ક કરવા અને લાભાર્થીએ દિવ્યાંગ સર્ટીની નકલ આખો ફોટો આધાર કાર્ડ મતદાર કાર્ડની નકલ સાથે લાવવી. જ્યોત ફાઉન્ડેશન એ અમદાવાદ ખાતે દિવ્યાંગોના સર્વાગી ઉત્કર્ષ માટે કાર્ય કરતી સંસ્થા છે. વધ્ાુ માહીતી માટે સંપર્ક કરવા જણાવ્યુ છે.