અમરેલીમાં વિખ્યાત એવા શિતલ ગૃપના શ્રી ભુપતભાઇ ભુવાની વેપારની અનોખી સ્ટ્રેટેજી

અમરેલી,અગાઉના સમયમાં માત્ર ખેતી કરતા પાટીદાર સમાજે રાજકીય ક્ષેત્રે વર્ચસ્વ જમાવ્યા બાદ હવે વ્યાપાર ઉદ્યોગમાં પણ પાટીદાર સમાજના ડંકા વાગી રહયા છે વિશ્ર્વ સ્તરે જેની નોંધ લેવાય છે તેવા અમરેલીના શિતલ આઇસ્ક્રીમ, શિતલ નમકીનના માર્કેટીંગનો ભાર જેમના ખંભા ઉપર છે તેવા શ્રી ભુપતભાઇ ભુવા નાનામાં નાની જગ્યાએ પણ પોતાના ગ્રાહકોને સુવિધા આપવામાં પાછી પાની નથી કરતા તેની સાબિતી અમરેલીના ફોરવર્ડના ગ્રાઉન્ડમાં ઉભી કરાયેલી શાકમાર્કેટમાં જોવા મળી હતી. શાકભાજીની ખરીદી કરનાર લોકોને દુધ, દહીં, છાશ કે બ્રેડ બટર લેવા હોય તો શ્રી ભુપતભાઇએ શિતલના બ્રેડ, ટોસ્ટ, દહીં, દુધ, છાશ સહિતની પ્રોડકટ સાથેના વાહનને અહીં તૈનાત કરી દેતા લોકોને મોટી સગવડતા મળી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે શિતલ ગૃપના મોભી શ્રી દકુભાઇ ભુવા સામાજિક પ્રવૃતીઓમાં અગ્રેસર છે જ્યારે શ્રી દિનેશભાઇ ભુવા જનરલ મેનેજમેન્ટ તથા શ્રી ભુપતભાઇ ભુવા માર્કેટીંગ સ્ટ્રેટેજી અને શ્રી સંજયભાઇ ભુવા પ્રોડકશનમાં માહેર છે જેની મહેનતથી શિતલની તમામ પ્રોડકટે જબરદસ્ત વિશ્ર્વસનીયતા મેળવી છે.