અમરેલીમાં વિજળીનાં ટ્રાન્સફોર્મરમાંથી ઓઇલ ચોરનાર ચાર ઝડપાયા : એક સગીર નીકળ્યો

અમરેલી,
અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક નિર્લીપ્ત રાય દ્વારા અમરેલી જિલ્લામાં થતી ચોરીની પ્રવૃતિને ડામવા અસરકારક પગલા લેવા તથા ચોરી કરતા શખ્સોને પકડી મુદામાલ રીકવર કરવા જરૂરી સુચના અને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એજી ગોહીલના માર્ગદર્શન હેઠળ રૂરલ થાણા ઇન્ચાર્જ પીબી લકકડઅને તાલુકા પોલીસ ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી.તા.18/01/2022 ના રોજ અમરેલી રૂરલ પો.સ્ટે. અજાણ્યા ચોર માણસો વિરૂધ્ધ પીજીવીસીએલ નાયબ ઇજનેર અમરેલી કેરીયા રોડ તા.જી.અમરેલી વાળાએ પોતાનીપોલીસ ફરીયાદ જાહેર કરેલ હોય જેમા કોઇ અજાણ્યા ઇમસઓએ અલગ અલગ ત્રણ જગ્યાએ ખેતીવાડી કનેકશનના ટ્રન્સફોરમરો (ટી.સી.) માથી કુલ ઓઇલ લી-330 કિ.રૂ.25080/- ની ચોરી કરી લઇ ગયેલ હોય જે બનાવ બાબતે ઓઇલ ચોરીનો ગુન્હો રજી થયેલ હોય જે ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ ગણતરીના દીવસોમા એક બાળકિશોર અને ત્રણ આરોપી કમલેશભાઇ હિમ્મતભાઇ સોલંકી ઉ.વ.27 ધંધો-ડ્રાઇવીંગ રહે. અમરેલી શક્તિનગર તા.જી.અમરેલી,પ્રદિપભાઇ અશોકભાઇ પરમાર ઉ.વ. 26 ધંધો ગેરેજ રહે. અમરેલી બાયપાસ તા.જિ.અમરેલી,મોહિતસિંહ રાજેન્દ્રસિંહ બસન ઉ.વ. 22 ધંધો મજુરી રહે. અમરેલી ગોપીટોકીજ પાસે તા.જી.અમરેલી ઝડપી ચોરીમા થયેલ 100% મુદામાલની રીકવરી કરી તમામ સામે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.પોલીસે કુલ ઓઇલ લીટર 330 તથા પ્લાસ્ટીકના કેરબા સહીત કુલ રૂ.25080/- તથા મો.સા.1 – 40,000/- તથા ફોરવીલ વાહન 1,00,000/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.