અમરેલીમાં વિજ કેબલ પાલિકાએ તોડયા

  • રોકડીયાપરા પાસે વાયર તુટતા વિજ પુરવઠો ખોરવાયો
  • શહેરમાં બે ફીડર ઉપર વિજળી પડતા પીજીવીસીએલે રીપેર કર્યાતે

અમરેલી,
અમરેલી પીજીવીસીએલ દ્વારા વિજ પુરવઠો જાળવી રાખવા માટે પ્રયાસો થઇ રહયા છે ત્યારે શહેરના રોકડીયાપરા સ્કુલ પાસે પાલીકાએ પીજીવીસીએલને જાણ કર્યા વગર પાણીની લાઇન નાખવા માટે જેસીબી ચલાવતા અંડરગ્રાઉન્ડ કેબલ તુટી જતા વિજ પુરવઠો ખોરવાઇ ગયો હતો પીજીવીસીએલના ઇજનેરો અને લાયન સ્ટાફ દ્વારા વિજ પુરવઠો ચાલુ કરાયો હતો તથા જોરદાર વરસાદ વચ્ચે શહેરમાં બે ફીડરો ઉપર વિજળી પડતા જંપરના ફોલ્ટ પીજીવીસીએલે દુર કરેલ અને શહેરમાં વિજ પુરવઠો ચાલુ રાખ્યો હતો.