અમરેલીમાં વિદ્યાર્થીઓને ફુટબોલની જેમ ઉછાળતી શાળાઓ

  • રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ અમરેલી જીલ્લાના અધ્યક્ષ મનિષ સિધ્ધપુુરાની જીલ્લા શિક્ષણ અધિકારીશ્રીને રજુઆત
  • એક શાળા વિદ્યાર્થીને બીજી શાળામાં મોકલે તો બીજી શાળા ત્રીજી શાળાએ મોકલે આમ વિદ્યાર્થીઓને આમ તેમ ધક્કા ખાવા પડે છે : પ્રચંડ રોષ ફેલાયો

અમરેલી,
સમગ્ર ગુજરાતમાં હાલ ધોરણ-10 અને ધોરણ-12 ના વિદ્યાર્થીઓના પરિક્ષા ફોર્મ ભરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે અમરેલીની કેટલીક ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓમાં વિદ્યાર્થીઓને ફોર્મભરી આપવાનીના પાડતા તેમની હાલત ફુટબોલના દંડા જેવી બની છે. એક શાળા વિદ્યાર્થીને બીજી શાળામાં મોકલે તો બીજી શાળા ત્રીજી શાળાએ મોકલે આમ વિદ્યાર્થીઓને આમ તેમ ધક્કા ખાવા પડે છે. અને ખુબ જ પરેશાનીનો સામનો કરવો પડે છે.
આમ ફુટબોલની માફક ઉછળતા વિદ્યાર્થીઓએ શાળાના નિયમો પ્રમાણે પરિક્ષાના ફોર્મ ભરવાના થાય છે કે શિક્ષણ અધિકારીની કચેરીના શિક્ષણ નિરિક્ષક જી.એમ.સોલંકી સાથે પણ ચર્ચા કરવામાં આવતા તેઓએ આ અંગેની સ્પષ્ટતા વહેલી તકે કરી આપવાની ખાતરી આપી છે.