અમરેલીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા 28 કોંગ્રેસ કાર્યકરોની અટકાયત

અમરેલી,
અમરેલીમાં ઇડીની કાર્યવાહીનાં વિરોધમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા શહેર કોંગ્રેસનાં પ્રમુખ સહિતનાં કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
કોંગ્રેસના અધ્યક્ષા શ્રી સોનિયા ગાંધીને ખોટી રીતે ઈ ડી દ્વારા ષડયંત્ર કરી ફસાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરી ઇડીની કાર્યવાહી અને ભાજપ સરકાર સામે વિરોધ વ્યકત કરવા માટે પોસ્ટ ઓફીસ પાસે અમરેલી શહેર કોંગ્રેસના પ્રમુખ શ્રી સંદીપ પંડયાના નેજા હેઠળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ અને સુત્રોચ્ચાર કરી રહેલા કોંગ્રેસના 28 કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.