અમરેલીમાં વિશ્ર્વ પર્યાવરણ દીનની ડીસ્ટ્રીકટ કોર્ટ ખાતે ઉજવણી

અમરેલી,
વિશ્વ પર્યાવરણ દિવસની ડીસ્ટ્રીકટ કોર્ટ, અમરેલી ખાતે તા.05/06/ર3 ના રોજ ઉજવણી કરવામાં આવી હતી. ડીસ્ટ્રીકટ કોર્ટ, અમરેલી ખાતે તા.05/06/ર3 ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અમરેલીનાં અઘ્યક્ષ શ્રી એમ.જે.પરાશર તથા કુલ ટાઈમ સેક્રેટરી શ્રી આર.વાય.ત્રિવેદીનાં માર્ગદર્શન હેઠળ વનવિભાગ અમરેલીનાં સહયોગથી ઉજવણી કરવામાં આવી હતી. સદર ઉજવણીમાં એડીશનલ સેશન્સ જજ શ્રી વાય.એ.ભાવસાર તથા શ્રી ડી.એસ.શ્રીવાસ્તવ, ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ શ્રી એન.જે.નાયી, સિનીયર સિવીલ જજ શ્રી એમ.જે.સૈયદ, શ્રી ડી.પી.ઓઝા, શ્રી કે.એમ.વ્યાસ, સિવીલ જજ શ્રી એલ.આઈ.વાધવા, શ્રી એસ.એમ.પટેલ, તથા બાર એસોસીએશન અમરેલીનાં પ્રમુખશ્રી તેમજ હોદેદારો અને એલ.એ.ડી.સી. કચેરીનાં સ્ટાફએ હાજર રહી વિવિધ દેશી કુળનાં છોડનું વૃક્ષારોપણ કરેલ હતુ. કાર્યક્રમને અંતે એડીશનલ સેશન્સ જજ શ્રી વાય.એ.ભાવસારએ વૃક્ષોની માનવજીવન માટે અનિવાર્યતા અંગે સમજ આપી હતી. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીને સફળ બનાવવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અમરેલીનાં સ્ટાફ તથા ડીસ્ટ્રીકટ કોર્ટનાં સ્ટાફએ જહેમત ઉઠાવી હતી.