અમરેલીમાં વિશ્ર્વ મહિલા દિવસ ઉજવાયો

અમરેલી, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા સ્વચ્છ ભારત અભિયાનની ઝુંબેશ ચાલી રહીછે મહાત્મા ગાંધીજીનું સ્વપ્ન સ્વચ્છ ભારત સુંદર ભારત પૂર્ણ કરવા માટેનું છે જેને અનુલક્ષીને અમરેલી મહિલા મંડળે મહિલા દિવસની ઉજવણી સ્વચ્છતા અભિયાન તથા શ્રમદાન કાર્યક્રમ રાખી કરી હતી ભારત સરકાર યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર અમરેલી કચેરી તથા શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજ મહિલા મંડળ અમરેલીના સંયુક્ત ઉપક્રમે મહિલા મંડળના પ્રમુખ શ્રી ઉર્વી બેન ટાંકના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો. જેમાં અમરેલી શહેર પી.એસ.આઇ શ્રી સેજલબેન મેઘાણી તથા એ.એસ.આઈ શ્રી વિમળાબેન બોરીચા પોલીસ ડિપાર્ટમેન્ટ એલ આર ટી શ્રી પૂજાબેન વાઘેલા શ્રી એકાંકી બેન અગ્રવાલ જિલ્લા યુવા સંયોજક નેહરુ યુવા કેન્દ્ર અમરેલી શ્રી અલકાબેન ગોંડલીયા પૂર્વ નગરપાલિકા પ્રમુખ અમરેલી વગેરે આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહી મહિલા મંડળની બહેનોને મહિલાના ઉત્કર્ષ વિશેખુબ સરસ માહિતી આપી હતી તેમજ મહિલા મંડળ અને નેહરુ યુવા કચેરી તરફથી આવેલા તમામ પદાધિકારીને પુષ્પગુચ્છ દ્વારા આવકારી શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા ત્યારબાદ બહેનો દ્વારા જાહેર જગ્યાઓ પર સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ હાથ ધરવામાં આવી આ કાર્યક્રમને ખૂબ ઉત્સાહ અને આનંદપૂર્વક સફળ બનાવવા માટે મહિલા મંડળના પ્રમુખ શ્રી ઊર્વીબેન ટાંકના માર્ગદર્શન હેઠળ સંસ્થાના ઉપપ્રમુખશ્રી ત્રિવેણી બેન જેઠવા મંત્રીશ્રી વૈશાલીબેન શ્રી સોનલબેન શ્રી દક્ષાબેન તથા નેહરુ યુવા કેન્દ્ર કચેરી અમરેલીના ફિલ્ડ ઓફિસર એન વાય વી મમતાબેન તુ બેન ભગવતીબેન વગેરે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં મહિલા મંડળની તમામ બહેનોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.