અમરેલીમાં વેક્સિનેશન વચ્ચે કોરોના નોટઆઉટ : નવા પાંચ કેસ

  • કેસ ઘટયા પણ કોરોના ગયો નથી
  • સાત દર્દીઓ કોરોનામુક્ત થયા : 33 દર્દીઓ હજુ પણ સારવારમાં 

અમરેલી,અમરેલી જિલ્લામાં કોરોનાનાં કેસની સંખ્યા ઓછી થઇ છે પણ કોરોના નાબુદ થયો નથી હાલમાં ચાલી રહેલા વેક્સિનેશન વચ્ચે કોરોનાના નવા પાંચ કેસ નોંધાયા છે અને આજે શુક્રવારે સાત દર્દીઓ કોરોનામુક્ત થતા રજા આપવામાં આવી છે તથા હાલમાં 33 દર્દીઓ સારવાર લઇ રહયા છે.