અમરેલી,
અમરેલીમાં ઇન્દીરા શોપીંગ સેન્ટર એન્ડ વેજીટેબલ માર્કેટ વેપારી એસો. ની વાર્ષિક સાધારણ સભા મળી હતી વેંપારીઓની ઉપસ્થિતીમાં મળેલ મીટીંગમાં શ્રી યોગેશભાઇ કોટેચાએ વર્ષનાં અંતે રાજીનામુ આપી તમામ હોદેદારોની ટીમને બરખાસ્ત કરેલ અને આ મીટીંગમાં હાજર દરેક સભ્યોએ યોગેશભાઇ કોટેચાને ફરી વખત પ્રમુખ પદ આપી ચાલુ રહેવાનું કહેલ અને તમામ હોદા તથા કારોબારી નવી બનાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આમ યોગેશભાઇ કોટેચા દ્વારા હોેદેદારોની વરણી કરાતા પ્રમુખપદે યોગેશભાઇ કોટેચા, ઉપપ્રમુખ ઘનશ્યામભાઇ રૈયાણી, હરેશભાઇ સંઘવી, હરેશભાઇ સાદરાણી, મંત્રી ચતુરભાઇ અકબરી, ગિરીશભાઇ ભટ, મહેશભાઇ સોમૈયા (કાનો), મહામંત્રી જીલુભાઇ વાળા, સંગઠન મંત્રી મિતેન ગુંદરણીયા, હરેશભાઇ ટાંક, લાલભાઇ વણજારા, સહમંત્રી અશ્ર્વિનભાઇ ભાટીયા, સતીષભાઇ આડતીયા, કાળુભાઇ રાજા, ખજાનચી મુકુંદભાઇ ગઢીયા, અંકુરભાઇ સેદાણી અને કારોબારી સભ્યોમાં મેહુલભાઇ ભાટીયા, નિતીનભાઇ ખખ્ખર, નરેન્દ્રભાઇ સંઘવી, શરદભાઇ સાદરાણી, લલીતભાઇ વણજારા, પ્રવિણભાઇ સોઢા મનસુખભાઇ વણપરીયા, જગદીશભાઇ સાવરણી વાળા, તાપસભાઇ તળાવીયા, રાજુભાઇ રાજા, અતુલભાઇ સેજપાલ, હર્ષદભાઇ પારેખ, નિશાંતભાઇ ભટ, મયુરભાઇ કાનાબાર, નિમેષભાઇ ગોહીલ, મુકેશભાઇ ભટની વરણી કરવામાં આવી હતી. તેમને સર્વેએ આવકારેલ છે. તેમ યોગેશભાઇ આર.કોટેચાએ અખબારી યાદીમાં જણાવ્યુ છે.