અમરેલીમાં વોટ્સએપ દ્વારા 25 લાખની લોટરી લાગી હોવાના વાયરલ થતા મેસેજ

અમરેલી,
જેમ મોબાઇલનો ઉપયોગ વધે તેમ દુરપયોગ પણ વધી રહયો છે મોબાઇલ ઉપર ઢગલાબંધ ફ્રોડ મેસેજો ફરી રહયા છે અને લુખ્ખાઓ ભેજુ વાપરી લોકોને ખંખેરી રહયા છે અમરેલીમાં નિવૃત શિક્ષક શ્રી પ્રહલાદભાઇ દવેને એક વિડીયો મેસેજ આવ્યો હતો કે કેબીસી વિભાગ દ્વારા વોટ્સએપના લક્કી ડ્રોમાં 25 લાખનું ઇનામ તમે જીત્યા છો તેમ જણાવી વોટ્સએપની હેડ ઓફીસમાંથી કસ્ટમર ઓફીસર ન્યુ દિલ્હીથી જણાવે છે તેમ કહી એક મોબાઇલ નંબર જણાવાયો છે કે તે બેંકનો નંબર છે ત્યાં સંપર્ક કરવો અને કોલ કરવો જ્યાંથી મળેલ માહિતી પ્રમાણે 25 લાખનું ઇનામ લઇ લેવુ વિગેરે મતલબના ફ્રોડ મેસેજે હાહાકાર મચાવ્યા છે અને અનેક લોકો લલચાઇ રહયા છે.