- ચાવંડ ચેકપોસ્ટ ઉપરથી 6 શંકાસ્પદ દર્દીઓને સીધા દાખલ કરાયા
- અમરેલીના શાસ્ત્રીનગર, ચિતલ રોડ, કુંકવાવ રોડ, કસ્બાવાડ, જેશીંગપરા, ચક્કરગઢ રોડ, સહજબંગલો, મણીનગર સહિત 9 દર્દી દાખલ : હડાળા, બાબરા, ગમા પીપળીયા, નવા જાંજરીયા, લુણકી, આંબા, લાઠી, ભુવા, ધારગણી, રંગપુર, સલડી, વાંડલીયા, પીપરડી, ભીલડી, ચિતલ, મોણવેલ, ડુંગર, બગસરા, જુની હળીયાદ સહિત અસંખ્ય દર્દીઓ દાખલ
અમરેલી,
અમરેલીમાં કોરોનાનાં શંકાસ્પદ દર્દીઓનો ઘસારો વધ્યો છે. રાધીકા હોસ્પિટલના પોઝિટિવ અને શંકાસ્પદ દર્દીઓને ત્યાં 100 બેડ પાઇપલાઇનથી ઓક્સિજન પહોંચાડવા માટેના તૈયાર થઇ રહયા હોય ત્યાંના તમામ 40 જેટલા દર્દીઓને શાંતાબા ગજેરા હોસ્પિટલમાં ફેરવાયા છે.
દરમિયાન કોરોનાનાં શંકાસ્પદ વોર્ડમાં અમરેલીના શાસ્ત્રીનગર, ચિતલ રોડ, કુંકવાવ રોડ, કસ્બાવાડ, જેશીંગપરા, ચક્કરગઢ રોડ, સહજબંગલો, મણીનગર સહિત 9 દર્દી દાખલ : હડાળા, બાબરા, ગમા પીપળીયા, નવા જાંજરીયા, લુણકી, આંબા, લાઠી, ભુવા, ધારગણી, રંગપુર, સલડી, વાંડલીયા, પીપરડી, ભીલડી, ચિતલ, મોણવેલ, ડુંગર, બગસરા, જુની હળીયાદ સનાળીયા, પીપળલગ, પુંજાપાદર, મોટા બારમણ, વડીયાના દર્દીઓને દાખલ કરી સેમ્પલની પ્રક્રિયા હાથ ધરાઇ છે.