અમરેલીમાં શરદી, તાવ, ઉધરસ થાય એટલે ત્રણ દિવસની ફરજિયાત સજા

  • લેબોરેટરી ન હોવાને કારણે અમરેલી જિલ્લાના લોકોની કઠણાઇ
  • શરદી, તાવ અને ઉધરસ વાળા દર્દીને દાખલ કરી દેવામાં આવે છે અને નેગેટીવ
    રિપોર્ટ આવે ત્યારે રજા અપાય છે : ત્રણ દિવસ ફરજિયાત હોસ્પિટલમાં રહેવુ પડે છે

અમરેલી,(ડેસ્ક રિપોર્ટર)
સામાન્ય શરદી, તાવ, ઉધરસ થાય તો ફરજિયાત ત્રણ દિવસ હોસ્પિટલમાં રહેવુ પડે તેવા સંજોગો લેબોરેટરી ન હોવાને કારણે ઉભા થતા હવે લોકો ચકાસણી કરાવવા માટે જતા પણ ડરી રહયા છે અને ત્યાંથી કોરોનાનું સંક્રમણ વધવાની પણ દહેશત છવાઇ છે.
અમરેલીમાં કોરોના ટેસ્ટીંગ લેબ ન હોવાને કારણે ગુજરાતના મહાનગરોની માફક જ સૌથી વધારે સુરત સાથે અવર જવર ધરાવતા અમરેલી જિલ્લાની માઠી બેઠી છે અને તમને જો સામાન્ય શરદી, તાવ, ઉધરસ હોય તો ફરજિયાત કોરોનાના શંકાસ્પદ વોર્ડમાં દાખલ કરી અને નેગેટીવ રિપોર્ટ આવે તો જ રજા અપાય છે પણ રિપોર્ટ ત્રણ દિવસે આવતો હોય ત્યાં સુધી દરેકે ફરજિયાત પોઝિટિવ દર્દીઓ ધરાવતી હોસ્પિટલમાં રહેવુ પડતુ હોય જેના કારણે લોકો શરદી, તાવ, ઉધરસ થયા હોય તો સારવાર કરાવવા જવામાં પણ અચકાઇ રહયા હોવાનું જાણવા મળેલ છે.