અમરેલીમાં શહેર પોલીસ દ્વારા શાકમાર્કેટ આસપાસ ઓપરેશન : આઠ સામે ફરિયાદો દાખલ

  • શાકમાર્કેટમાં ટ્રાફીકને અડચણરૂપ થાય તે રીતે બેઠેલા લોકો સામે પગલા
  • સીટી પીએસઆઇ શ્રી વી.વી. પંડયા અને શ્રી એમ.પી. પંડયાની ટીમ દ્વારા શાકમાર્કેટ વિસ્તારમાં પગલાઓ લેવાયા : આઠ શખ્સોની ધરપકડ કરતી પોલીસ

અમરેલી,
અમરેલી શહેરમાં ટ્રાફીકને અડચણરૂપ થાય તેવા દબાણો હટાવવા અમરેલી સીટી પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
એસપીશ્રી નિર્લિપ્ત રાયની સુચના અને એએસપી શ્રી અભય સોનીના માર્ગદર્શન હેઠળ સીટીપીઆઇ શ્રી ચૌધરીની રાહબરી હેઠળ પીએસઆઇ શ્રી વી.વી. પંડયા તથા શ્રી એમ.પી. પંડયા અને પોલીસ સ્ટાફે અમરેલની શાકમાર્કેટમાં લોકોને અડચણરૂપ થાય તે રીતે નીચે બેસી અને શાકભાજી તથા અન્ય વસ્તુઓ વહેંચી રહેલા આઠ શખ્સોની સામે રાહદારીઓને ચાલવામાં અડચણ કરવા બદલ ગુના નોંધી અને તમામની ધરપકડ કરી હતી.