અમરેલીમાં શહેર ભાજપ દ્વારા આજે વિજય સંકલ્પયાત્રાનું ભવ્ય આયોજન

અમરેલી, અમરેલી નગર પાલીકાની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે ત્યારે અમરેલી શહેર ભાજપ દ્રારા આજે બપોરે 0ર.30 થી 0પ.00 દરમીયાન ઢોલ નગારા સાથે વાજતે ગાજતે વિજય સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ યાત્રામાં અમરેલી શહેર ભાજપના આગેવાનો, ભાજપના 44 ઉમેદવારો અને કાર્યકરો જોડાઈને શહેરના મુખ્ય માર્ગો પર લોક સંપર્ક કરશે. યાત્રા જિલ્લા ભાજપ કાર્યાલય થી એસ.ટી. ડેપો, કેરીયારોડ, રાજકમલ ચોક, ટાવર ચોક, હવેલી ચોકથી નાગનાથ મંદીરે દર્શનાર્થે જશે. તેમ અમરેલી શહેર ભાજપ પ્રમુખ તુષાર જોષી, નગરપાલિકા ચુંટણી ઈન્ચાર્જ મુકેશ સંઘાણી અને ભાવેશ સોઢાની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.