અમરેલીમાં શાંતાબા કોલેજના ડીનશ્રી ડો. વિઠલાણીનો વિદાય સમારોહ યોજાયો

  • ડો.વિઠલાણીએ મેડિકલ કોલેજના ડીનશ્રી તરીકેની જવાબદારી સંભાળી અને સુપેરે નિભાવી છે ત્યારે શુભેચ્છા પાઠવતા વસંતભાઇ ગજેરા

અમરેલી,જિલ્લાના વતનના રતન, કેળવણીકાર તથા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના સ્થાપિત શાંતાબા મેડિકલ કોલેજમાં કાલેજના આરંભથીજ ડીન તરીકે ફરજ બજાવતા ડો. પ્રમોદ વિઠલાણીનો વિદાય સમારોહ યોજાયો હતો. શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ સિવિલ જનરલ હોસ્પીટલનું સંચાલન સંભાળતા જ સમગ્ર જિલ્લાની જનતાએ આરોગ્યક્ષેત્રે સંપુર્ણ સુવિધા અને સંતોષની લાગણી અનુભવીને સ્થાપન પ્રમુખ વસંતભાઇ ગજેરાને અભિનંદન આપી આભાર માન્યો છે ત્યારે તેના સંચાલનમાં ચાવીરૂપ ભુમિકા ભજવાનાર ડીન ડો. વિઠલાણીના વિદાઇ પ્રમુખ વસંતભાઇ ગજેરાને અભિનંદન આપી આભાર માન્યો છે ત્યારે તેના સંચાલનમાં ચાવીરૂપ ભુમિકા ભજવનાર ડીન ડો. વિઠલાણીના વિદાય પ્રસંગે શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ સિવિલ હોસ્પિટલ દ્વારા કેમ્પસ ડાયરેકટર પીન્ટુભાઇ ધાનાાણી, સર્જન ડો. હરેશભાઇ વાળા, શોભનાબેન મહેતા, મહેશભાઇ , સ્થાાનિક વ્યવસ્થાપક ચતુરભાઇ ખુંટ વિ.એ તથા ગજેરા સંકુલ તરફથી નિયામક અને ટ્રસ્ટી મનસુખભાઇ ધાનાણી, ડાયાભાઇ ગજેરા, ખોડાભાઇ સાવલીયા, એમ. કે. સાવલીયા તથા ગજેરા સંકુલ તરફથી નિયામક અને ટ્રસ્ટી મનસુખભાઇ ધાનાણી, ડાયાભાઇ ગજેરા, ખોડાભાઇ સાવલીયા, એમ. કે. સાવલીયા, ડો. શોભનાબેન મહેતા, ડો. હરેશ વાળા, હસમુખ પટેલ, વિ. એ શુભેચ્છા પાઠવી ત્યારે વિદાય લેતા ડો. વિઠલાણીએ સોૈનો આભાર માન્યો હતો.
આ પ્રસંગે માઇક્રોબાયોલોજી વિભાગના ડો. રામાનુજ, ડો. સમીરકુમાર, ડો. હેત્વીબેન, ડો.માધવીબેનનું કોવીડ-19 ની સફળ કામગીરી માટે સન્માન કરાયા હતાં. સમગ્ર સમારોહનું સંચાલન હરેશ બાવીશીએ કર્યુ હતું.