અમરેલીમાં શાંતાબા ગજેરા હોસ્પિટલ સંખ્યાબંધ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઇ

  • અમદાવાદથી ત્રણ દિવસ પહેલા વિધવા થયેલ બહેનનો રડતી હાલતમાં અમરેલીમાં ભાઇ ઉપર ફોન આવ્યો
  • તારા બનેવી કોરોનામાં ગયા અને હવે તારી બહેન અને ભાણીયાને પણ કોરોના થયો, અમારી બચવાની કોઇ શક્યતા નથી..!
  • અમરેલીથી ભાઇએ ગરીબ સ્થિતીના બહેન અને ભાણીયાને અમરેલી બોલાવી દાખલ કર્યા બહેન બચી ગઇ કોરોનાના કાળમાં અમરેલીમાં શાંતાબા ગજેરા હોસ્પિટલ સંખ્યાબંધ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઇ

    કોરોનાની અનેક કરૂણાંતીકાઓ બહાર આવી રહી છે અને તેમાય ગરીબ વર્ગના લોકોને કોરોનાની શંકા જાય અને કોરોના આવે ત્યારે તેની હાલત કલ્પી ન શકાય તેવી થતી હોય છે રાજ્યભરમાં અનેક હોસ્પિટલોમાં બેદરકારીના અનેક કિસ્સાઓ બહાર આવે છે ત્યારે અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલની સારવાર અનેક દર્દીઓ માટે નવુ જીવન આપનારી અને કદાચ ગુજરાતમાં સર્વ શ્રેષ્ઠ સાબિત થઇ રહી છે તેનો વધ્ાુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.થોડા દિવસો પહેલા જ ધારીના સાજા થયેલા પોઝિટિવ દર્દીએ અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલમાં સાવ વિનામુલ્યે મળતી ફાઇવ સ્ટાર કોર્પોરેટ હોસ્પિટલ જેવી સારવારના વખાણ કર્યા બાદ અમરેલીના જેશીંગપરામાં રહેતા સાધારણ સ્થિતીના નાગરીકે પોતાની આપવિતી સૌને મોકલી આપી છે જેમાં તેમણે જણાવ્યુ છે કે હું અમરેલી શહેરના જેશીંગપરાનો રહેવાસી ચંદુભાઈ શંભુભાઈ કથિરીયા હર્ષનાં આસું સાથે જણાવું છું કે, મારા સગા બનેવી સ્વ. શાંતિલાલ વાલજીભાઈ બાબરીયા અમદાવાદ મુકામે નિકોલ ગામ ખોડીયાર મંદિરની બાજુમાં નરનારાતયણ એપાર્ટમેન્ટ, બીજો માળ- અમદાવાદ માં રહે છે. તેમજનાં કુટુંબમાં મારા બનેવી શાંતિલાલ, મારી બેન ભાનુબેન અને મારો છાણેજ રાહુલ આ ત્રણ જણાં કોરોના મહામારી દરમ્યાન અમદાવાદ રહેતાં હતાં. કુદરતને કરવું અને કુદરતને મંજુર ન હોય તેમ ગત તા.14/5/2020 નાં રોજ મારા બનેવી શાંતિલાલને શરદી-ઉધરસ અને તાવ જેવા લક્ષણો જણાયેલ. આથી નજીકનાં ડોકટરની દવા લીધ્ોલ, પંરતુ તા.16/5/2020 નાં રોજ તબિયત વધારે બગડતાં અમદાવાદ સિવીલમાં દાખલ કરીલ. પંરતુ એક દિવસમાં કેટલે કે તા.17/5/2020 નાં રોજ સાંજના મારા બનેવી કોરોના મહામારીનાં ભોગ બની સ્વર્ગવાસી થયેલ. આ શોકમાંથી મારી બેન અને મારો ભાણેજ બહાર આવે તે પહેલા તા.20/5/2020 નાં રોજ મારા બેન અને ભાણેજને તાવ-શરદી-ઉધરસનનાં લક્ષણો જણાયેલ અને કોરોના જ હોય તેમ મનોમન માની લીધ્ોલ. આથી મારી બેનને તા.20/05/2020 ના ંરોજરડતાં-રડતાં મોબાઈલ પર મને તેની આપવિતી જણાવેલ કે, હવે તારા બનેવી સ્વર્ગવાસી થયેલ છે. સાથોસાથ તારી બેન અને તારો ભાણેજ પણ કોરોના થયેલ હોય અમો પણ આ દુનિયા ટુંક સમયમાં છોડવાનાં છીએ અને હવે બચવાનાં કોઈ ચાન્સ દેખાતાં નથી કારણ કે આ સમયે મારા બેન કે ભાણેજ પાસે અન્ય કોઈ બચવાનાં વિકલ્પ જણાયેલ નહીં અને તેનાં વધારે ઉંડાણમાં જણાયેલ કે, અમદાવાદમાં કોરોનાની પરિસ્થિતી કાબુ બહારની હોય, ત્યાંની સરકારી હોસ્પિટલો કોરોનાં દર્દીઓથી ભરચક છે અને આ સ્થિતીમાં મૃત્યુ સિવાય કોઈ વિકલ્પ દેખાતો નથી. મારી બેને દર્દભરી અને રડમશ અને રડતા-રડતાં અવાજે તેની આપવિતી જણાવેલ, આથી મેં મારી બેનને સાંત્વરનાં પાઠવેલ અને કીધ્ાું કે, ઈશ્ર્વર ધારશે તો તને કાંઈ નશી. થવા દઈએ તેમ સમજાવી મેં અને જણાવલે કે, હવે તું અને ભાણીયો બીજું કંઈ વિચાર્યા વગર જે વાહન મળે તે વાહનમાં તાત્કાલી અમરેલી આવ જાવ અને અમરેલી કોઈની થરે નહીં જતાં તું ભાણીયો સીધાં અમરેલીની જીવાદોરી સમાન શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલમાં દાખલ થઈ જજો. મારાં અંગત ઓળખાણની મદદ લઈને અવ સિવીલ હોસ્પિટલમાં મારા બેન અને ભાણીયાને દાખલ કરવામાં આવે તેવી વ્યવસ્થા કરેલ. જો કે, આ હોસ્પિટલ તમામ માટે દરવાજા 24- કલાક માટે ખુલ્લાં હોય છે. આથી મારી બેન અને ભાણીયો તા.22/5/2020 નાં રોજ આર્થિક પરિસ્થિીત નબળી હોવાનાં કાવણે કોઈપણ રીતે અમરેલી આવી, સીધાં સિવીલ હોસ્પિટલમાં દાખલ થઈ ગયેલ અને દાખલ ભતાં વેત મારી બેન અને ભાણીયાની યુધ્ધનાં ધોરણે આ હોસ્પિટલનાં આરોગ્ય કર્મીઓ અને ડોકટરઓએ સારવાર શરૂ કરજ્ઞ દીધ્ોલ મારા બેનનાં કોરોનાં રીપોર્ટ પોઝીટીવ આવેલ અને ભાણેજની તબિયત એકદંરે સારી જણાંતા તેને 24- કલાક હોસ્પિટલમાં સારવાર આપ્યાં બાદ ડોકટરઓનાં નિદાન મુજબ લક્ષ્મી ડાયમંડની હોસ્ટેલ સાવરકુંડલા રોડ માં આઈસોલેશનમાં શીફટ કરેલ, ત્યાં પણ મારા ભાણેજની સારવાર યથાવત શરૂ રાખેલ. બીજી તરફ મારી બેનની સારવાર શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલનાં કોરોના વોર્ડમાં યુધ્ધનાં કારણે શરૂ કરેલ ડોકટરઓ, આરોગ્ય કર્મીઓ, શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલનાં મેનેજમેન્ટ-સ્ટાફ, કલેકટર વિગેરે તમામની જહેમતથી અને રાત-દિવસની સારવાર મહેનતથી તા.5/7/2020 નાં રોજ સંપૂર્ણ તંદુરસ્તી સાથે મારી બેને કોરોનાથી છુટકારો અપાવી રજા આપેલ અને ત્યાંથી મારી બેનને પણ લક્ષ્મી ડાયમંડની હોસ્ટેલમાં આઈસોલેશનમાં બે-પાંચ દિવસ સુપરવિઝનમાં કવોરેન્ટાઈન રાખેલ છે. મારી બેનની આર્થિક પરિસ્થિતી નબળી,એમાંય મારા બનેવી કોરોનાને કારણે મૃત્યુ પામ્યાં આ સંજોગોમાં મારી બેન અને ભાણેજને સંજીવનીરૂપી આ શાંતાબા જનરલ હોસ્પિટલ તજફથી નવજીવન આપેલ છે. મારાં બેનને સારવાર માટે હોસ્પિટલમાં એક રૂપિયાનો પણ ખર્ચ થયેલ નથી. ત્યાં બે ટાઈમ જણાવાનું ભોજન,સવારે ચા-નાસ્તો, બપોરે ચા- નાસ્તો, ફાઈવ સ્ટાવ હોટેલમાં મળતું હોય તેવી તમામ સુવિધા મારા બેનને આ હોસ્પિટલ તરફથી મળેલ છે, આ બાબતે અમો આ હોસ્પિટલનાં મેનેજમેન્ટનાં, તમામ ડોકટરઓનાં તમામ આરોગ્ય કર્મીઓનાં, નર્સ બહેનો-ભાઈઓનાં તમામ સફાઈ કર્મીઓનાંઅમો આજીવન ૠણી સાથે આભારી રહશું.