અમરેલીમાં શાકમાર્કેટ બંધ રહેવાની અફવા ઉડી : તંત્રનો ઇન્કાર

અમરેલી,કોરોના સામેની તકેદારી રાખવા માટે અમરેલીમાં આવેલી ઇન્દીરાશાકમાર્કેટ બંધ રહેવાની અફવા ઉડી હતી પણ તંત્રએ આવો કોઇ નિર્ણય ન હોવાનું જણાવ્યુ છે.
છેલ્લા બે દિવસથી સતત ઇન્દીરા શાક માર્કેટની અંદર એવી અફવા ચાલી હતી કે સરકાર આ શાકમાર્કેટ તકેદારી માટે બંધ રખાવવાની છે.પણ આવી ચાલી રહેલી અફવાઓનું ખંડન કરતા જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી પટેલે જણાવેલ કે, ગુરુવારે સાંજ સુધી આવો કોઇ નિર્ણય લેવાયો નથી.