અમરેલી,
પ્રેરિત એજ્યુકેશન ઈંનોવેશન ફેર અમરેલી જિલ્લા કક્ષાના સતકાર સમારંભ કાર્યક્રમમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંગઠન પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. ઈંનોવેશન ફેર અમરેલી જિલ્લા માં કુલ 40 ઇનોવેશન શિક્ષકો દ્વારા રાખવામાં આવેલ હતા. તમામ 40 ઇનોવેટીવ શિક્ષકોને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા *75 શુરવીરો પુસ્તક અને પેન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ માં અમરેલી માન.જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી, ના પ્રાચાર્ય શ્રી, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંગઠન પરિવાર વતી મનીષભાઈ સિદ્ધપુરા, વિજયભાઈ મકવાણા, મનીષભાઈ જાની,મહેન્દ્રભાઈ કાવઠીયા, અંજનાબેન ટીમ્બડીયા, કુલદીપભાઈ દેવમુરારી ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ માં ઉપસ્થિત તમામ ઇનોવેટીવ શિક્ષકો દ્વારા ખુબ જ જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. 75 શુરવીરો પુસ્તક ખુબ જ સારુ છે, તેવી પ્રતિક્રિયા આપી હતી.ખુબ સુંદર કાર્યક્રમ નું આયોજન ઘૈંઈ્ અમરેલી દ્વારા યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ સફળ બનાવવા ડાયર્ટના શ્રી દક્ષાબેન પાઠક અને ભરતભાઈ ડેરના નેતૃત્વમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. અગાઉ શરત ચુકથી તા.22 ના રોજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આયોજન થયાનું જણાવેલ પરંતુ સમગ્ર આયોજન જીલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા થયુ હતુ તેમ શૈક્ષિક મહાસંઘના શ્રી મનિશ સિધ્ધપુુરા અને શ્રી વિજયભાઈ મકવાણાએ