અમરેલીમાં શિયાળાએ છડી પોકારી : વહેલી સવારે મેઘરવો

અમરેલી,
અમરેલી શહેર જિલ્લાભરમાં શિયાળાએ છડી પોકારી હોય તેમ વહેલી સવારે મેઘરવો આવતા દિવસભર મિશ્ર વાતાવરણનો અહેસાસ જોવા મળ્યો હતો.ઓણ સાલ અમરેલી જિલ્લામાં માવઠાના માહોલ વચ્ચે વર્ષભર ઉનાળા પછી ઠંડુ વાતાવરણ રહયા બાદ હજુ પણ માવઠાઓની દહેશત વચ્ચે શિયાળાએ છડી પોકારી હોય તેમ અમરેલી શહેર જિલ્લાભરમાં વહેલી સવારે ગુલાબી ઠંડીની લહેરખી સાથે મેઘરવો છવાયો હતો. સવાર અને મોડી રાતના શિયાળા જેવા માહોલના કારણે ૠતુએ મીજાજ બદલ્યો હોય તેમ અમરેલીમાં આજે મહતમ તાપમાન 36.2, ન્યુનતમ 23.6 અને હવામાં ભેજનુ પ્રમાણ 99 ટકા જ્યારે પવનની ગતિ 7.3 રહી હતી. આગામી દિવસોમાં શિયાળો જામે તેવી સ્થિતી નકારી શકાતી નથી.