- શ્રી સ્વામિ વિવેકાનંદ યુવક મંડળ અમરેલી જિલ્લા અને સંસ્થાઓ દ્વારા
- સિનિયર સિટીઝન પાર્ક અમરેલી ખાતે ઉજવણી નિમિતે અનેરૂ ધાર્મિક વાતાવરણ સર્જાયું : સંસ્થા દ્વારા પ્રેરક આયોજન કરાયું
અમરેલી,
અમરેલીમાં શ્રી સ્વામિ વિવેકાનંદ યુવક મંડળ, દ્વારા છત્રપતી શિવાજી મહારાજ જન્મ જયંતી તા.19 શુક્રવારે સાંજે છ કલાકે સિનિયર સિટીઝન પાર્ક અમરેલીખાતે ઉજવાઈ. જેમાં પુજન, આરતી સહિતનાં ધાર્મિક કાર્યક્રમોમાં સ્વામી વિવેકાનંદ મંડળ,શ્રીરંગ સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજ તેમજ શિવઆસ્થા ગૃપ તેમજ શહેરના જુદા-જુદા સમાજના લોકો જોડયા હતા. આ પ્રસંગે આરતીમાં અમર ડેરીના વાઈસ ચેરમેન મુકેશભાઈ સંઘાણી, શહેર ભાજપ પ્રમુખ તુષારભાઈ જોષી, પ્રખર ધારા શાસ્ત્રી ઉદીયનભાઈ ત્રિવેદી તેમજ વિશાળ સંખ્યામાં મહિલાઓ પણ આરતીમાં જોડયા હતા. અને લોકોએ આરતી દર્શન અને પ્રશાદનો લાભ લીધો હતો.