અમરેલીમાં શુક્રવારે કોરોના માટે 100 બેડ કાર્યરત થશે : શ્રી આયુષ ઓક

અમરેલી,
અમરેલીમાં આજ સુધી કોરોના પોઝીટીવ આવ્યો નથી પણ સાવચેતી માટે સરકાર દ્વારા તમામ તૈયારીઓ કરાઇ છે સરકારે કોરોના સામે લડવા માટે યુધ્ધના ધોરણે એકસો બેડ મંજુર કર્યા છે જેમા 50 બેડ શાંતાબા ગજેરા ટ્રસ્ટ તથા 50 બેડ સરકાર દ્વારા તૈયાર કરાનાર છે આ એકસો બેડ શુક્રવારે તૈયાર હશે તેમ અમરેલીના કલેકટરશ્રી આયુષકુમાર ઓક એ અવધ ટાઇમ્સને જણાવ્યું હતુ.કલેકટરશ્રીએ જણાવેલ કે, શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલ અને મેડીકલ કોલેજ દ્વારા હાલના કોરોના સામે તૈયાર કરાયેલા આઇસોલેશનના 20 અને તેઓ નવા 30 મળી 50 બેડ ગ્રાઉન્ડ ફલોર ઉપર તૈયાર કરે છે જયારે હોસ્પિટલના પહેલા માળે સરકાર દ્વારા 50 બેડ તૈયાર કરાઇ રહયા છે સરકાર દ્વારા ત્રણ વેન્ટીલેટર સહિતની સુવિધા પણ ઉભી કરાનાર છે. આ એકસો બેડમાં હાલના આઇસોલેટેડ 20 બેડ છે તેને આઇસીયુમાં ફેરવી નાખવામાં આવનાર છે.આ ઉપરાંત શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલમાં પ્રસુતી અને ટ્રોમા સેન્ટર સિવાયના તમામ દર્દીઓને નજીક જ આવેલ નવા બનેલા રૂક્ષમણીબહેન બાલમંદિરમાં હોસ્પિટલ ઉભી કરાઇ છે જેમા દાખલ કરાનાર છે અને શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલમાં માત્ર પ્રસુતી, અને ઇમરજન્સી કેસો જ રહેશે.