અમરેલીમાં શૈક્ષણિક સજ્જતા અધિવેશન યોજાયું

અમરેલી,
અમરેલી તારીખ 26 અડધી રાતનો હોંકારો એવા માધ્યમિક શિક્ષકસંઘના સફળ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ વસરા અને ઉત્સાહી મહામંત્રીશ્રી પરેશભાઈ રાઠોડની ટીમના સફળ નેતૃત્વ હેઠળ, શિક્ષણ બોર્ડના સદસ્ય ડો. પ્રિયવદનભાઈ કોરાટના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા શિક્ષણધિકારીની કચેરી અને માધ્યમિક શિક્ષક સંઘના સંયુક્ત ઉપક્રમે દાદા ભગવાન ત્રી મંદિર ખાતે શૈક્ષણિક સજ્જતા અધિવેશન યોજાયું હતું.અધિવેશનમાં પ્રમુખશ્રી વસરાએે પ્રસંગિક પ્રવચન કયુઁ હતું,શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાય દ્વારા શૈક્ષણિક સજ્જતા, શિક્ષણની ગુણવતા વિશે માર્ગદર્શન આપ્યું હતું. રાજેશભાઈ વસરાએ વર્તમાન શિક્ષણની નીતિ સંદર્ભે માહિતી આપી હતી.અધિવેસનમાં 2018 થી 2023 સુધી નિવૃત થયેલ શિક્ષકોનું નિવૃત્તિ સન્માન, નવનિયુક્ત આચાર્યઓનું, બઢતી મેળવનાર તેમજ શિક્ષણમા પોતાની વિશિષ્ટ કલા શક્તિ દ્વારા પ્રેરણાદાયી પ્રવૃતિઓ કરનાર, એવોર્ડ મેળવનાર શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં શિક્ષણ કચેરીનો સ્ટાફ કિશોર ભાઈ મિયાણી, શ્રી સોલંકી ,આચાર્ય સંઘના પ્રમુખ સી.પી.ગોંડલીયા, મુકુંદભાઈ મહેતા, ઉચ્ચતરના તુલસીભાઇ મકવાણા, નિલેશ ભાઈ કોઠડીયા સહિત સમગ્ર જિલ્લા માંથી મોટી સંખ્યામાં શિક્ષક ભાઈ બહેનો હાજર રહ્યા હતા.આભાર વિધી સંઘના મહામંત્રી શ્રી પરેશભાઈ રાઠોડ એકરી હતી.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં સુધીરભાઈ જોશી, પ્રકાશભાઈ જોશી,શ્રી પંકજ ભાઈ દેવમુરારી,જગતભાઈ દવે,બી. ટી.ખાચર ,નિલેશભાઈ મહેતા, અતુલભાઈ ત્રિવેદી, શ્રી.ગોસ્વામી, એમ.બી.વાળા, રાજુભાઈ ભુવા, જગમાલભાઈ રામ,રાજેશભાઈ જેઠવા, ઉમેશભાઈ ડોબરીયા, જયેશભાઈ ગજેરા, અનિરુદ્ધભાઈ કોટડીયા વગેરે એ મારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે ભોજન પ્રસાદી સાથે દરેકને ગિફ્ટ આપેલ હતી તેમ અમરેલી જિલ્લા શિક્ષકસંઘના મીડિયા કન્વીનર શ્રી કે.સી.ભોગાયતા ની યાદી જણાવે છે.