અમરેલી,
અમરેલીનાં લાઠી રોડ ઉપર આવેલા શ્યામ મોલમાં 12 હજારની રોકડની ચોરી થયાની ફરિયાદ રજનીકાંતભાઇ દેસાઇએ નોંધાવતા અમરેલી એલસીબીનાં શ્રી અલ્પેશ પટેલની ટીમે અમરેલી સીટીનાં રેલ્વે સ્ટેશન પાસેથી શંકાસ્પદ હાલતમાં રખડતા અમર ઉર્ફે અમીત ઉર્ફે કરણ દિનેશભાઇ વાઘેલા, ઉ.વ.20, રહે.મૂળ મહુવા, ગાયત્રીનગર, ઝુંપડામાં, તા.મહુવા, જિ.ભાવનગર, હાલ રહે.અમરેલી,લાઠી રોડ, ગુરૂદત્ત પેટ્રોલ પંપ પાસે, ફુટપાથ ઉપરને પકડી પુછપરછ કરતા તેમણે આ ચોરી કબુલી હતી અને તે ઉપરાંત રાજકોટ અને જુનાગઢ જિલ્લામાં થયેલી ઘરફોડ ચોરીઓ પણ કબુલી હતી.
આ શખ્સે માંગરોળ, જુનાગઢ, જેતપુરની ચોરી કબુલી હતી તે ઉપરાંત કેશોદની બે અને ભાવનગરની ત્રણ ચોરીઓ પણ અગાઉ કરી હતી તે બહાર આવ્યું હતું.આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા એ.એસ.આઇ. ભગવાનભાઇ ભીલ, મહેશભાઇ સરવૈયા, તથા પો.હેડ કોન્સ. કિશનભાઇ આસોદરીયા, નિકુલસિંહ રાઠોડ, તુષારભાઇ પાંચાણી તથા પો.કોન્સ. ઉદયભાઇ મેણીયા, રાહુલભાઇ ઢાપા; દ્વારા કરવામાં આવેલ.