અમરેલીમાં શ્રીમતી શાંતાબેન હરિભાઇ ગજેરા ડીસ્ટ્રીકટ લેવલ સ્પોર્ટસ સ્કુલ વિદ્યાસભા કેમ્પસ મોર્નિગ વોક માટે ખુલ્લુ મુકાશે

  • શ્રી વસંતભાઇ ગજેરાનાં નેતૃત્વ અને માર્ગદર્શન નીચે લોકહિતાર્થે આયોજન

અમરેલી,
અગ્રણી કેળવણીકાર શ્રી વસંતભાઇ ગજેરાના નેતૃત્વ અને માર્ગદર્શનથી છેલ્લા 10 વર્ષમાં વિદ્યાસભા કેમ્પસ સૌરાષ્ટ્રનું મોસ્ટ ડેવલપમેન્ટ કેમ્પસ બનીને ઉભરી રહયુ છે. વિદ્યાસભા કેમ્પસમાં બાલમંદિરથી લઇ એમબીએ એન્જિનિયરીંગ સુધીની વિવિધ શાખાઓના અભ્યાસક્રમ ચાલી રહયા છે. જિલ્લાની એકમાત્ર ડિસ્ટ્રીકટ લેવલ સ્પોર્ટસ સ્કુલમાં રાજ્ય સરકારના ખર્ચે 300 જેટલા બાળકો રમત ગમત ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવી રહયા છે અને રાજ્ય તથા રાષ્ટ્રીય ક્ષેત્રે અમરેલી જિલ્લાનું નામ રોશન કરી રહયા છે. તાજેતરમાં શાળાઓ બંધ છે ત્યારે ફીટ ઇન્ડીયા મુમેન્ટના ભાગરૂપે અમરેલી શહેરના ફિટનેશ પ્રેમીઓ માટે સવારે 6 થી 8 સુધી કેમ્પસ ખુલ્લુ મુકવામાં આવે છે. લોકો વોકિંગ, રનીંગ, યોગા વગેરે કરી શકાશે. વિદ્યાસભા કેમ્પસમાં વિશાળ ગ્રીન ગાર્ડનની આબોહવાનો લોકોને લાભ મળે તેમજ લોકોનું સ્વાસ્થ્ય મજબુત અને નિરોગી બને એવા આશયથી બિલકુલ નિ:શુલ્ક સેવા પુરી પાડવા સોમવારથી મોર્નિગ વોક માટે લોકોને સંસ્થા મેનેજમેન્ટ આમંત્રીત કરે છે. મોર્નિગ વોકમાં લોકો વ્યક્તિગત તથા સામુહિક યોગ પ્રાણાયામ કસરત દાવ વગેરે કરી શકાશે જે માટેના ટ્રેનરો પણ 2 કલાક સેવા પુરી પાડશે. મોર્નિગ વોક કેન્દ્રમાં 10 થી 45 વર્ષના લોકો ભાગ લઇ શકશે તેમજ પેન્ડેમિક એકટ અને સોશીયલ ડિસ્ટન્સીંગના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.