અમરેલી,
અમરેલી શહેરમાં આવેલ હેપી જોન પ્રી સ્કૂલ એન્ડ કોચિંગ સેન્ટર દ્વારા આજરોજ 15 મી ઓગસ્ટના મહાપર્વ અનુસંધાને અમરેલી શહેરના ધારાસભ્ય એવમ ગુજરાત રાજ્ય ઉપનાયક દંડક અને કૃષિ યુનિવર્સિટી જૂનાગઢના સભ્ય એવા શ્રી કૌશિકભાઇ વેકરીયાના અધ્યક્ષ સ્થાને આ મહાપર્વનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ મહેમાનો બજરંગ દળના સહસંયોજક શ્રી જીગીશુભાઈ મહેતા તેમજ અમરેલી નગર ભાજપ યુવા પ્રમુખ મૌલિકભાઈ ઉપાધ્યાય તેમજ એપીપી સરકારી વકીલ મમતાબેન ત્રિવેદી તથા એડવોકેટ પિયુષભાઈ ત્રિવેદી તથા બજરંગ દળ ના સહસંયોજક વિદુરભાઈ ડાબસરા તેમજ બ્રહ્મ સમાજના પ્રમુખ તનસુખ દાદા ઠાકર તેમજ એડવોકેટ કૌશલભાઈ પંડ્યા તેમજ અમરેલી શહેર સહસ્ત્ર બ્રહ્મ સમાજ ના પ્રમુખ નિકુબેન પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં હેપીઝોન ફ્રી સ્કૂલ અને કોચિંગ સેન્ટરના તમામ બાળકોએ અલગ અલગ કાર્યક્રમો રજૂ કર્યા હતા અલગ અલગ વેશભૂષાઓ અલગ અલગક્રાંતિકારીઓના પાત્રો ભજવ્યા હતા તેમજ દેશની સુરક્ષા કાજે રહેલ આપણી આર્મી સેના અને કારગિલના યુદ્ધના આબેહૂબ પાત્રો રજૂ કર્યા હતા . આ કાર્યક્રમમાં ખૂબ જ બહોળી સંખ્યામાં વાલીઓ તેમજ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ સંસ્થાના વડા શ્રી જનકભાઈ ભટ્ટ તથા તૃપ્તિબેન ત્રિવેદી ના જણાવ્યા મુજબ આજના સમયમાં બાળકોને આપની સંસ્કૃતિ વિશે તેમજ આપણા દેશની આઝાદી વિશે બાળકોમાં જ્ઞાન પ્રાપ્ત થાય તે ઉમદા હેતુ અને આવનારી પેઢીઓને આ ક્રાંતિકારીઓ વિસરાઈ ન જાય એટલા માટે આવા કાર્યક્રમો યોજી બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ મહેમાનોએ પણ પોતાના શબ્દોમાં બાળકોને પ્રોત્સાહિત કર્યા