અમરેલી, અમરેલી તુલસી પાર્ટી પ્લોટમાં ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ જ્ઞાતિના ભગીરથ મહાસંમેલનને એક વર્ષ પૂર્ણ થતાં કુ. પ્રેક્ષા ઉર્વીબેન ભરતભાઇ ટાંક દ્વારા જ્ઞાતિ ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અમરેલી શહેર, જીલ્લો તેમજ સૌરાષ્ટ્ર , ગુજરાત તેમજ અન્ય રાજયોમાંથી જ્ઞાતિના આગેવાનો અને લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે સંતો મહંતોમાં બગસરા આપાગીગાની જગ્યાના મહંત પૂ. જેરામબાપુ, ચલાલા દાનબાપુની જગ્યાના લઘુમહંત મહાવિરબાપુ, ખોડિયાર મંદિરના લવજીબાપુ તેમજ વાપીના સ્વામીનારાયણ સંતો અને મહા મંડલેશ્ર્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીજી, સાંસદ નારણભાઇ કાછડિયા, ધારાસભ્ય અંબરીશભાઇ ડેર, અમર ડેરીના ચેરમેન અશ્ર્વિનભાઇ સાવલીયા, પૂર્વ મંત્રી બાબુભાઇ મેઘજીભાઇ શાહ, ગુજરાત કડિયા સમાજના પ્રમુખ અશોકભાઇ રાઠોડ, જુનાગઢના મેયર ધીરૂભાઇ ગોહિલ, મીનાબેન ગોહિલ, નારણબાપા, નાથાબાપા, મહુવાના લાલજીભાઇ મકવાણા, મુંબઇથી દિલીપભાઇ કાચા, અમદાવાદના વિનુભાઇ ચૌહાણ, સાવરકુંડલાના ગોવિંદભાઇ પરમાર, રાજકોટ જ્ઞાતિ મહિલા મંડળના ઇંદુબેન ગોહિલ, અમરેલી જ્ઞાતિના ઉપપ્રમુખ હરજીવનભાઇ ટાંક, મનસુખભાઇ ગેડીયા, ગોરઘનભાઇ ચોટલીયા, મહેશભાઇ જાદવ, સુરતના જયસુખભાઇ, રાજકોટ ચંદુભાઇ ગરનારા, અમરેલી જયેશભાઇ ટાંક, પ્રકાશભાઇ ટાંક, પ્રકાશભાઇ મોરી, જગદીશભાઇ પોરીયા, દિનેશભાઇ પોરીયા, ગોંડલના અવિંદભાઇ ટાંક, કાતરના દાદબાપુ કાઠી ક્ષત્રિય અગ્રણી, હસમુખભાઇ કાચા, વેરાવળથી ધીરૂભાઇ, રાજકોટથી જીતુભાઇ સોલંકી, વડોદરાથી દિપકભાઇ ગોહિલ, સુરતથી લક્ષ્મણભાઇ ગોહિલ, પીઠુભાઇ બોરીચા, ભાવનાબેન કાચા, મહેશભાઇ કાચા, પ્રવિણભાઇ રાઠોડ, બાબુભાઇ ભાલીયા સહિત સૌરાષ્ટ્ર , ગુજરાત અને બિજા રાજયો માંથી જ્ઞાતિના આગેવાનો અન્ય સમાજના આગેવાનો ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે ઉર્વીબેન ભરતભાઇ ટાંકે સતાધારના આપાગીગા, શામજીબાપુ, જીવરાજબાપુ, વિજયબાપુના આર્શીવાદ લઇ ને સૌને આવકાર્યા હતા. સેવા – સમર્પણ – સંગઠનનું બીજ આપણે રોપેલ છે. અમરેલીના યજમાન પદે આપણે જ્ઞાતિજનો વચ્ચે વિચારોની આપલે કરી. સમાજના યુવાધનને આગળ વધારવા તેમજ નારી શકિત સંગઠનને મજબુત બનાવવા હાંકલ કરી હતી. જ્ઞાતિએ પ્રગતિ કરવી હોય તો સમાજે આગળ આવવું જરૂરી છે. આ પ્રસંગે સુરતના નાથાબાપાએ જણાવેલ કે અમરેલીમાં ભરતભાઇ ટાંક દ્વારા જ્ઞાતિ સંમેલનને એક વર્ષ પૂર્ણ થતાં આપણે જ્ઞાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવી રહયા છીએ. ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ ભકિતને વરેલો સમાજ છે. આપણા સમાજને અલખના ઓટલાની ભેટ મળી છે. આ પ્રસંગે અમરેલી જ્ઞાતિના ઉપપ્રમુખ હરજીવનભાઇ ટાંકે જણાવેલ કે, જ્ઞાતિના ભગીરથ સંમેલનમાં 1લાખ માણસો ભેગા થયા હતા. બીજા સમાજ કરતા આપણે આગળ આવું હોય તો સંગઠન જરૂરી છે. જુનાગઢના મેયર ધીરૂભાઇ ગોહિલે જણાવેલ કે , મુંબઇ માં મળેલ જ્ઞાતિ સંમેલનમાં પૂ. જીવરાજબાપુને હાથીની અંબાડી પર બેસાડીને સન્માન કર્યુ હતું. ભરત ટાંક નામના વિરલાએ ન ભુતો ન ભવિષ્યતી જ્ઞાતિ સંમેલન બોલાવેલ. જેને વર્ષ પૂર્ણ થતાં આજે ગૌરવ દિવસ તરીકે ઉજવેલ છે. બક્ષીપંચના કારણે આપણી જ્ઞાતિના વિદ્યાર્થીઓ એન્જીનિયર અને ડોકટર બની શકયા છે. આપણી જ્ઞાતિના વિદ્યાર્થીઓને કલાસવન અધિકારી બનાવવા માટે જી.પી.એસ.સી. અને આઇ.એ.એસ. ના કલાસ ચલાવવાના છે. તેમજ જ્ઞાતિ માટે આરોગ્ય અંગે પણ કામ કરવાનું છે. રાજકીય રીતે આગળ આવવા ભાજપની સભ્ય જુંબેશમાં સમાજના લોકોને જોડાવા આહવાન કર્યુ હતુ. રાજકારણ માં હશુતો જ્ઞાતિનો વિકાસ થશે સમાજને સાચી દિશા તરફ લઇ જવા માટે એકત્ર થયા છીએ. આપણા સમાજની આસ્થાનું કેન્દ્ર સતાધાર આપાગીગાની જગ્યા છે. ભરત ટાંક દ્વારા યુવાનોમાં જોશ રેડી રહયા છે. આપણા સમાજમાં છુટાછેડા એક કલક રૂપ છે. જેના માટે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા જુદી – જુદી સમિતીઓની રચના કરવામાં આવી હતી.
લાલજીભાઇ મકવાણાએ જ્ઞાતિ સંગઠન અને શિક્ષણ પર ભાર મુકયો હતો. ભરતભાઇ ટાંક દ્વારા અમરેલી શહેરમાં 75 હજાર વૃક્ષોવાવવા સંકલ્પ કરીને અમરેલી શહેર ને લીલીછમ વેલી બનાવવા સંકલ્પ કરેલ છે. આ કાર્યક્રમમાં કોફી ટેબલ બુક ગેલોપીંગ ગુજરાત 2018 ભગીરથ મહાસંમેલન બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આજે દેશની દિશા બદલાઇ રહી છે. ત્યારે સમાજના ઉત્થાન માટે યુવાનોને આગળ આવવા ભરતભાઇ ટાંકે અપીલ કરી હતી. રાષ્ટ્રધ્વજ સાથે સન્માન પુર્વક જ્ઞાતિના લોકો , આગેવાનો, મંચસ્થ મહાનુભાઓએ રાષ્ટ્રધ્વજ લહેરાવી ગૌરવ દિવસ ઉજવ્યો હતો. ગેલોપીંગ ગુજરાતનો વિડીયો બતાવવામાં આવેલ.
ધારાસભ્ય અંબરીશભાઇ ડેરે જણાવેલ કે , જન્મ આપનાર માતા અને માતૃ ભૂમિના આપણે રૂણી છીએ. હું ટાંક પરિવારને અભિનંદન પાઠવુ છું કે આજના સમયમાં કોઇ વંચીત કે પીંડીત ન રહે તે માટે સમાજને આગળ ધપાવવાનો સરાહનીય પ્રયાસ છે. આજના સમયમાં બાહુબળ , ધનબળ અને સંગઠન જરૂરી છે.
સાંસદ નારણભાઇ કાછડીયાએ જણાવેલ કે 23/12/2018 ના ભગીરથ મહાસંમેલન બાદ જ્ઞાતિ ગૌરવ દિવસ ઉજવી રહયા છીએ. 25 હજાર કરતા વધારે લોકોને અમરેલી અમરડેરી દ્વારા રોજગારી પુરી પાડે છે. સંતો , રાષ્ટ્રરક્ષા, ધર્મરક્ષા, સમાજરક્ષા હશે તો જ બધ્ાુ બરોબર ચાલશે. મારા 32 વર્ષના કાર્યક્ષેત્રમાં ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા કયાંય પણ ફરિયાદ નથી આવી. આજે સમાજને ટેકાની જરૂર છે માટે ગોવાળીયા બની ભરતભાઇ અને ઉર્વીબેનને સમાજ ટેકો કરે. શિક્ષણ એક એવી ચીંજ છે જેમાં કોઇનો ભાગ લાગતો નથી. જે કન્યાદાન કરતા પણ વિદ્યાદાન મહાન છે.
મહામંડલેશ્ર્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીજીએ જણાવેલ કે આ ગુજરાત મારૂ પિયર છે. અને માં બહુચર ને હુ વંદન કરુ છું. સમાજ માટે ટાંક પરિવારે મોટો ભગીરથ પ્રયાસ કર્યો છે. પૂ. મોરારીબાપુએ કિન્નર સમાજ માટે કથા યોજીને બહુ મોટું કામ કરેલ. હુ વિશ્ર્વ એડવાઇઝરી માં રહી છું. માતાનું ૠણ ચુકવવા કંઇક કરી છુટવાની ભાવના રાખો. સમાજે પોતાના હકકો માટે અવાજ ઉઠાવવો જરૂરી છે.
આ પ્રસંગે ભરતભાઇ ટાંકે જણાવેલ કે ભગીરથ મહાસંમેલન સુવર્ણ અક્ષરોમાં લખાય ગયેલ હોય. અમરેલીની ધરતી પર જ્ઞાતિ ગૌરવ દિવસ ઉજવી રહયા છીએ. ગુજરાત ભરમાં 15 થી 17 લાખ ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ છે. ભગીરથ મહાસંમેલન યોજાયેલ ત્યારે પૂ. વિજયબાપુએ જણાવેલ કે, આવા સંમેલનો દર ત્રણ વર્ષ થવા જોઇએ. યુવાનોને એક પ્લેટફોર્મ પુરુ પાડવા આજે જ્ઞાતિ ગૌરવ દિવસ ઉજવેલ છે. અને ભવિષ્યમાં એક નામ અને એક ઓળખ સાથે આપણો સમાજ આગળ વધ્ો ઓલ ઇન્ડિયા માટે કમિટી બનાવાઇ રહી છે.
પૂર્વ મંત્રી બાબુભાઇ શાહે જણાવેલ કે, મહેનત વગર કંઇ મળતું નથી. ભરતભાઇ ટાંકને ગુરુકૃપાથી સમાજનો આવકાર મળ્યો છે. જ્ઞાતિએ ગંગા છે જેનું આચમન પણ પર્વીત્ર છે. ઉર્વીબેનને પાયાના સંસ્કાર મળ્યા છે.