અમરેલીમાં શ્રી રામની શોભાયાત્રા : હિંદુ સમાજ સ્વયંભુ ઉમટ્યો

અમરેલી,

અમરેલીમાં આજે રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં કેટલાક સ્થળોએ રામજી મંદિરોમાં મહાઆરતી યોજાઇ હતી ડીજેના સથવારે તેમજ શણગારેલા ફલોટો સાથે મુખ્ય માર્ગો ઉપર હજારોની સંખ્યામાં માનવ મહેરામણ વચ્ચે ભવ્ય શોભાયાત્રાઓ નિકળી હતી અમરેલી શહેરમાં બપોર બાદ હિંદુ સમ્રાટ સેનાનાં નવ યુવાનોએ શોભાયાત્રા માટે વરિષ્ઠ આગેવાનોનું માર્ગદર્શન લેતા આંતર રાષ્ટ્રીય હિંદુપરિષદ તથા વિહીપ અને વિવિધ સંસ્થાઓ અને હિંદુ સમાજ સ્વયંભુ જોડાતા શહેરના મુખ્ય માર્ગો ઉપર ભગવાન શ્રી રામની ડીજેના સથવારે ભવ્ય શોભાયાત્રા નિકળી હતી જેમાં વિશાળ સંખ્યામાં યુવાનો જોડાયા હતા.જેમાં ડો.જીજે ગજેરા, હસુભાઇ દુધાત, મનસુખભાઇ રેૈયાણી, દડુભાઇ તેમજ આગેવાનો અને બજરંગદળના યુવાનો જોડાયા હતા જે શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી.પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.