અમરેલીમાં શ્રી શાંતાબા ગજેરા જનરલ હોસ્પીટલમાં ફેફસામાંથી બાયોપ્સી કરાઇ

અમરેલી,
કેન્સરનું સચોટ નિદાન કરવા માટે ગાંઠનો બાયોપ્સી રિપોર્ટ ખુબ જ જરૂરી બની જતો હોય છે. અને ગાઠ ફેફસા જેવા નાજુક અંગમાં હોય ત્યારે ખુબજ કાળજી પૂર્વક અનુભવી ડોકટર દ્રારા ગાંઠ નું સેમ્પલ લેવામાં આવતું હોય છે.મળેલ માહિતી મુજબ શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે રેડિયોલોજીસ્ટ ડો.યશપાલસિંહ અને ફેફસા ના નિષ્ણાંત ડો.હિમ પરીખ દ્રારા સિ.ટી.સ્કેન ની મદદથી એક પેશન્ટના ફેફસામાં રહેલ ગાંઠના ટુકડાનું સેમ્પલ બાયોપ્સી માટે લેવાયું હતું. જેમાં કેન્સર નું નિદાન થયેલ હતું.શાંતાબા જનરલ હોસ્પિટલ ના ચેરમેન શ્રી.વસંતભાઈ ગજેરા અને ડીરેક્ટર ડો.એકતાબેન ગજેરા એ આ બાબતે ડોકટરને અભિનંદન પાઠવતા જણાવેલ કે કર્મનિષ્ઠ ડોકટરની મહેનતના કારણે અમરેલી ખાતે સી.ટી.સ્કેન ગાઈડેડ બાયોપ્સી દ્રારા કેન્સર નું નિદાન શક્ય બનેલ છે.