અમરેલીમાં શ્રી શાંતાબા જનરલ હોસ્પિટલમાં ગર્ભાશયની ગાંઠના સફળ ઓપરેશનગર્ભાશયની ગાંઠના સફળ ઓપરેશનો કરાયા

અમરેલી,

શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે ફરજ બજાવતા સ્ત્રીરોગના નિષ્ણાંત ડોકટર જલ્પા રાઠોડ દ્રારા મળેલ માહિતી મુજબ 37 વર્ષિય ભાવનાબેન ભૂપતભાઈ અજરા ને લાંબા સમયથી પેટમાં દુખાવાની ફરિયાદ રહેતી હતી જેથી તેમને સોનોગ્રાફી કરતા 15 બસ જેટલી મોટી અને આશરે દોઢ કિલોગ્રામ વજન ધરાવતી ગાંઠ હોવાનું જણાઈ આવ્યું હતું તથા આવાજ અન્ય એક કેસ કે જેમાં જોશનાબેન અરવિંદભાઈ ચોવટિયા ઉમરવર્ષ 51 ને પણ પેટમાં દુખાવો તથા અન્ય તકલીફ થતા સિ.ટી.સ્કેન કરવામાં આવેલ અને રિપોર્ટ મુજબ તેમને 10 બસ મોટી અને 1 કિલોગ્રામ જેટલા વજનની ગાંઠ હોવાનું જણાઈ આવ્યું હતું. બંને દર્દીને ઓપરેશન કરી ગાંઠ કાઢવવાની જરૂર જણાતા શાંતાબા જનરલ હોસ્પિટલ,અમરેલી ખાતે ગાયનેક ડો.જલ્પા રાઠોડ અને ડો.હસ્તી સાવલિયા અને ડો.અફશીન ખેરાણી અને એનેસ્થેટિક ડો. રવિ પરમાર અને તેમની ટીમ દ્રારા સફળતા પૂર્વક ઓપરેશન પાર પડાયું હતું.દર્દી ના જણાવ્યા મુજબ બંને દર્દી હાલ સ્વસ્થ છે. અને તેઓએ હોસ્પિટલમાં મળેલ સારવાર બદલ ખુબ સંતુષ્ટ હોવાનું જણાવેલ અને દરેક દર્દીઓને આ પ્રકારની ઉત્તમ સારવાર વિનામૂલ્યે આપવા બદલ ગજેરા ટ્રસ્ટ તથા ચેરમેન શ્રી વસંતભાઈ ગજેરા નો આભાર વ્યક્ત કરેલ હતો.