અમરેલીમાં શ્રી શાંતાબેન ગજેરા હોસ્પિટલમાં દર્દીઓ અને તેના સ્વજનોને અલ્પાહાર અપાશે

  • લોકોને ગરમાગરમ અલ્પાહાર મળી રહે તેવી વ્યવસ્થા કરાઇ

અમરેલી,શ્રી શાંતાબેન ગજેરા જનરલ – સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે આવનાર દર્દીઓ અને એમની સાથે આવનાર સ્વજનોને હોસ્પિટલના કેમ્પસમાં જ ગરમાગરમ નાસ્તો મળશે. વર્તમાન પરિસ્થિતિમાં લોકોને સ્વાસ્થ્યપ્રદ ગરમા ગરમ નાસ્તો મળે અને લોકોની રોગપ્રતિકારક શક્તિ જળવાઈ રહે એવા શુભ આશયથી શાંતાબેન ગજેરા જનરલ સિવિલ હોસ્પિટલ અમરેલીના કેમ્પસમાં જ સૌને હિતકારી ગરમા ગરમ નાસ્તો મળશે. શાંતાબેન ગજેરા જનરલ સિવિલ હોસ્પિટલ અમરેલીમાં દર્દીઓના સ્વજનોને પણ વ્યાજબી ભાવમાં શુદ્ધ અને ગરમાગરમ નાસ્તો મળી રહેશે. શાંતાબેન ગજેરા જનરલ સિવિલ હોસ્પિટલ અમરેલીમાં અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ અત્યારે થઈ રહી છે ત્યારે આ પ્રકારના સુખાકારી અલ્પાહારની વ્યવસ્થા થતા અમરેલી જિલ્લામાં ખુશીની એક લહેર જોવા મળી રહી છે.