- સૌને ખબર છે કે આરટીપીસીઆરથી ખબર પડે કે કોરોના છે કે નહી પણ
- સિવીલના માઇક્રોબાયોલોજી વિભાગમાં આરટીપીસીઆરનું મશીન એક મીનીટ માટે પણ બંધ નથી
રહેતુ : સતત નિદાન કરતા અને જેમના નિદાનથી સારવાર થાય છે તેવા યોધ્ધાઓને સલામ
અમરેલી, અમરેલીના શાંતાબા ગજેરા હોસ્પિટલમાં આવેલ માઇક્રોબાયોલોજી વિભાગમાં ક્યારેય પણ બ્રેક નથી પડતો રાત અને દિવસ આ વિભાગમાં કામ કરનારા યોધ્ધાઓ ધન્યવાદને પાત્ર છે. આરટીપીસીઆરથી ખબર પડે કે કોરોના છે કે નહી પણ એ આરટીપીસીઆરનો ટેસ્ટ અમરેલીમાં સિવીલના માઇક્રોબાયોલોજી વિભાગમાં થાય છે કલેકટરશ્રી દ્વારા વધારાનો સ્ટાફ ફાળવી રોજના દોઢથી બે હજાર જેટલા લોકોના આરટીપીસીઆર થાય છે અને અહીં ડો. હેત્વી ચાવડા, ડો. ચાંદની સુરાણી, ડો. મેઘના ચૌહાણ, ડો. સંજીવ કુમાર સહિતનો લેબોરેટરી સ્ટાફ 24 કલાક લેબોરેટરી ચાલુ રાખી અને કોરોના પોઝિટિવ છે કે નહી તેનું નિદાન કરી સબંધીત વિભાગને જાણ કરે છે અને પછી દરેકની સારવાર થાય છે 24 કલાક ધમધમતી આરટીપીસીઆર કરી આપતી આ ટીમને સલામ છે અને હજુ પણ કલેકટરશ્રી દ્વારા વધુ એક આરટીપીસીઆર મશીન મુકવાની તૈયારીઓ થઇ રહી છે જેનાથી ગણતરીના કલાકોમાં જ દર્દીઓની માહિતી મળી શકશે.