અમરેલી, અમરેલીમાં ગુરૂવારે કોરોનાનાં 50 કેસ સામે આવ્યા છે અને કોરોનાના આવી રહેલા કેસની સામે વેક્સિન લેવાનું મોટાભાગના લોકો ટાળી રહયા હોય જેના કારણે કોરોનાનો ભોગ બનનારની સંખ્યા વધી રહી છે અમરેલીમાં સમયસર વેક્સિન લેનારા વૃધ્ધોના મોતનું પ્રમાણ સાવ નહીવત હોવાનું આરોગ્ય તંત્રએ જણાવ્યુ છે અને વેક્સિન ન લેનાર નાની ઉમરના લોકોના મૃત્યુનું પ્રમાણ વધી રહયુ છે આરોગ્ય તંત્રના સુત્રોના જણાવ્યા અનુસાર વેક્સિનેશનની કામગીરી હજુ 50 ટકા બાકી છે અને લોકો વેક્સિન લેતા અચકાઇ રહયા છે જેના કારણે મૃત્યુનું પ્રમાણ પણ વધી રહયુ છે.