અમરેલીમાં સરકારનાં 150 કરોડ પાણીમાં ગયા

અમરેલી,
અમરેલીમાં વર્ષોથી વિચિત્ર લોક વાયકા છે કે અમરેલીએ જ્યારથી મહાત્મા મુળદાસજીને દુભવ્યા છે ત્યારથી અમરેલી પાણી માટે ઠરતુ નથી અને આ સ્થિતી છેક 1980 થી ચાલી આવે છે તે પહેલા તો અમરેલીની વડી અને ઠેબી નદીના પટમાં અનેક કુવાઓમાં લોકો કપડા ધોતા અને પાણી પણ ભરતા પણ અમરેલીને છેક 40 કિલોમીટર દુર ખોડીયાર ડેમમાંથી પાણી લાવીને આપવામાં આવતુ અને તેમાં પણ રોજ તો પાણી ક્યારેય મળ્યું જ નથી 1990 ના દાયકામાં અમરેલીના પાણી પ્રશ્ર્નને હલ કરવા માટે ઠેબી નદી ઉપર અમરેલીની ઉપરવાસમાં ઠેબી ડેમ બનાવવામાં આવ્યો.
સૌ પહેલા તો આ ડેમ માટેનો મુળ પ્રોજેક્ટ 12 કરોડનો હતો અને અમરેલી શહેરની નજીક જમીન છે તેની કિંમત ઉંચી હોવી જોઇએ તે મામલે સંપાદન અને વળતર માટે છેક સુપ્રિમ કોર્ટ સુધી જમીન માલીકો અને સરકાર વચ્ચે લડાઇ ચાલી સુપ્રિમ કોર્ટે આપેલ નિર્દેશ મુજબ શહેરી ભાવ પ્રમાણે જમીનના ભાવ અપાયા 12 કરોડનો પ્રોજેક્ટ 150 કરોડે પહોંચ્યો અને ઠેબી ડેમમાં પાણી ભરવાનું શરૂ થયુ ત્યાં ડેમ લીકેજ થયો અને ફરી વખત દરવાજા બનાવવાનું આવ્યું.
ફરી વાર દરવાજા બનાવી ડેમમાં પાણી ભરવાનું શરૂ થયુ ડેમનો નિયમ એવો હોય છે કે તેના નિર્માણ પછી અમુક વર્ષે તે પુરી સપાટીએ ભરવામાં આવે અમરેલીનો ઠેબી ડેમ 19 થી 20 ફુટ જેટલી ઉંડાઇનો હતો બીજી વખત બનેલ આ ડેમમાં ક્રમશ: સપાટી વધારવામાં આવી અને 24 ઓગસ્ટ 2020 ના રોજ ડેમ તેની પુરી સપાટીએ ભરવામાં આવ્યો જેની તસ્વીર અહીં પ્રસ્તુત છે પણ કોઇ યોગાનું યોગ ગણો કે અમરેલી માટેની પાણીની લોક વાયકા સાચી ગણો એક વર્ષ આ ડેમ પુરો ભરાયો બીજા વર્ષે તેનું પાણી ખરાબ છે તેમ કહી ઉપયોગમાં લેવાનું બંધ કરાયું.ત્યાર પછીના વર્ષે હવે તો પાણી ચોખ્ખુ રહેશે તેમ માની ડેમ ભરવામાં આવ્યો ત્યારે એવી વિચિત્ર સ્થિતી સર્જાઇ કે ડેમની નિર્ધારીત સપાટી પ્રમાણે પાણી ભરવામાં આવે ત્યારે જેની જમીન સંપાદન નહોતી કરાઇ તેવી જમીનમાં પણ ડેમનું પાણી ભરાયુ એ જમીન માલીકોએ સરકારમાં રજુઆત કરી અને થોડુ પાણી ડેમમાંથી ઓછુ કરાયું ડેમની સપાટી ડિઝાઇન, ઉંડાઇ બધ્ાુ સમાન હતુ છતા ડેમના પાણી સંપાદન ન કરાયેલી જમીનમાં કેવી રીતે એકત્ર થયા તે સંશોધનનો ટેકનીકલ વિષય છે પણ આના કારણે અમરેલીમાં સરકારનાં 150 કરોડ પાણીમાં ગયા તેમ કહી શકાય કારણકે 20-25 જેટલા જમીન માલીકોના કારણે અમરેલીની પોણા બે લાખની વસ્તી માટે ભરવામાં આવેલ ઠેબી ડેમ હવે પુરો ન ભરવો તેવો સરકારે નિર્ણય કર્યો આમા સરકાર જમીન માલીકને જમીન સંપાદન કરી વળતર પણ ચુકવી શકે તેમ હતી છતા એ વિસેક જેટલા જમીન માલીકો અમરેલીની પોણા બે લાખની વસ્તી સામે ચડીયાતા સાબિત થયા.આના કારણે આ વખતે ઠેબી ડેમ કે જેની ઉંડાઇ 19 થી 20 ફુટ છે તે 12 ફુટ સુધી જ ભરવાનું નક્કી થયુ અને આજે તેની સપાટી 11.80 ફુટે પહોંચી ત્યારે સરકારે નક્કી કરેલ લેવલ જાળવી રાખવા માટે ડેમના પહેલા ત્રણ અને પછી બે એમ પાંચ દરવાજા ખોલાયા અને હવે ડેમ અર્ધો જ ભરાય તેવી સ્થિતી ઉભી થઇ છે અને હાથી પુછડે અટકે તે વાત પણ અહીં સાબિત થઇ છે સાથે સાથે એ પણ જાણવુ જરૂરી છે કે અત્યારે ડેમની સપાટી જે ભરાઇ છે તે સામાન્ય જ છે કારણકે હવે 12 ફુટ પછીની ઉંચાઇએ ડેમમાં જે પાણી ભરાય તેનો જથ્થો વધ્ાુ વિશાળ થતો હોય છે ડેમના નામે અમરેલીમાં ઠેબી અને વડી બે ડેમ છે પણ વડી સિંચાઇ માટે છે અને હજુ તે ભરાયો નથી ઠેબી પણ આટલા શ્રીકાર વરસાદમાં 19 ફુટે તો પહોંચ્યો જ નથી બાકી રહેલી અમરેલીની વડી અને ઠેબી નદીમા પણ ગાંડી વેલ છવાઇ છે એટલે અમરેલીમાં પાણીના નામે કંઇ નથી.