અમરેલીમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં યોગ સેન્ટર શરૂ

અમરેલી,
અમરેલીમાં નેશનલ આયુષ મિશન આયુષ મંત્રાલય ભારત સરકાર દ્રારા સરકારી આયુર્વેદિક હોસ્પિટલ યોગ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં નાના બાળકોથી લઇને મોટા ઉંમરના વ્યકિત પણ યોગમાં નિશુલ્ક જોડાઇ શકે છે દરેક યોગ સેશનમાં જુદા જુદા રોગો તેમજ ઉંમરને ધ્યાનમાં રાખીને યોગ નિષ્ણાંત દ્રારા યોગાભ્યાસ કરાવાશે ભાઇઓ માટે સવારે 7:30 થી 9 બહેનો માટે સાંજે 4:30 થી 6 તેમજ અન્ય રોગોપચાત તેમજ યોગ માર્ગદર્શન માટે સવારે 7 થી 11:30 સુધી મો.223553 અથવા 90333 16841 નો સંપર્ક કરવો તેમ સરકારી આયુર્વેદ હોસ્પિટલ અમરેલી દ્રારા જણાવાયું છે.