અમરેલી,
ભગવાન શ્રી કૃષ્ણની ઉપસ્થિતિમાં ગૌર્ધન પૂજારૂપે ગોકુળથી શરૂ થયેલો અન્નકૂટોત્સવ આજે 500 વર્ષ પછીય ભારતીય ભક્તિ પરંપરાની એક વિશિષ્ટ સ્મૃતિ કરાવે છે અને ભક્તિનું એક અનોખું મોજું પ્રસરાવે છે.ભગવાન શ્રી સ્વામિનારાયણે ભવ્ય અન્નકૂટોત્સવો ચાવીને પ્રજાને ભક્તિરસમાં રસબસ કાપી. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાએ અન્નકૂટની આ ભક્તિ પરંપરાનો મહિમા સમગ્ર વિશ્વમાં વિસ્તાર્યો છે. બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા યોજાયેલ અન્નકૂટ ઉત્સવ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસથી લઈને બ્રિટનની પાર્લામેન્ટ, ઈંગ્લેન્ડના હાઉસ ઓફ કોમન્સ’ સુધી પહોંચાડવાનું ઐતિહાસિક પૃષ્ઠ પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજના હસ્તે ઉમેરાયું છે.આજ પરંપરામાં અમરેલી મુકામે નૂતન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાનશ્રી સ્વામિનારાયણની કૃપાથી અને પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી અને પ.પૂ. મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી ભારતીય હિન્દુ પરંપરા અનુસાર 100 કરતા વધુ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ઉત્સવ આગામી તા.13 નવેમ્બર,2003ને સોમવારના રોજ સવારે 8:00 થી સાંજના 4:00 સુધી યોજાશે.આ મહાઅન્નકૂટ ઉત્સવમાં ભગવાન શ્રી સ્વામિનારાપણ, ભગવાનશ્રી સિતારામ, ભગવાનશ્રી રાધાકૃષ્ણ, ભગવાનશ્રી શિવ પાર્વતીજી, શ્રી ગણેશજી, શ્રી હનુમાનજી તથા સમગ્ર ગુરૂપરંપરા સમક્ષ મહાઅન્નકૂટ ધરાવી, ભક્તો વિશેષ ભકિત અદા કરશે. અન્નકૂટ ઉત્સવના દિવસે સવારે 8:00 થી સાંજે 4:00 સુધી દર બે ક્લાકે અન્નકૂટ આરતી યોજાશે, જેનો તમામ ભકતજનો લાભ લઈ શકશે.અન્નકૂટ ઉત્સવની પૂર્વ સંધ્યા એટલે કે દિપોત્સવના પાવન પર્વે તા. 12 નવેમ્બર,2013ના રોજ સાંજે 5:30 થી 7:00 દરમ્યાન અમરેલી શહેરના વેપારીઓ ઠાકોરજી સમક્ષ ચોપડાપૂજન વીધિમાં જોડાશે. જેમાં અમરેલી શહેરના તમામ વેપારીઓને ચોપડા પૂજન વીધિમાં જોડાવવા માટેનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે.આ મહાઅન્નકૂટ ઉત્સવમાં જુદા જુદા સેવાના 30 વિભાગોમાં 551થી વધુ આબાલ-વૃદ્ધા સ્વયંસેવકો પોતાની સેવા આપશે.અન્નકૂટ ઉત્સવને અનુલક્ષીને સમગ્ર મંદિર પરિસરને સુશોભિત કરવામાં આવશે.આ અન્નકૂટ ઉત્સવ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના સંત નિર્દેશક પૂ.સાધુચરિત સ્વામી,પૂ વિનયજીવન સ્વામી, પૂ.દિવ્યવિગ્રહ સ્વામી તથા પૂ.યોગવીરસ્વામીના માર્ગદર્શન નીચે તમામ હરિભકતો સેલમાં જોડાશે, વિશેષમાં, આ અન્નકૂટ પૂર્ણ થયેથી અન્નકૂટનો પ્રથમ પ્રસાદ અમરેલી શહેરની સામાજીક સંસ્થાઓ (1)શ્રવણ પ્રસાદ કેન્દ્ર (2)દિકરાનું ઘર (વૃધ્ધાશ્રમ) (3)રામરોટી અન્નક્ષેત્ર-રામજી મંદિર (4) મહિલા વિકાસ ગૃહ (5)જલારામ રામરોટી 25 (6)બહેરા મુંગા શાળા (7)અંધશાળા (8)મારૂતિનંદન ચેરીટેબલ ટ્રસ્ટ (9)શેર એન્ડ કેર ક્લબ (10)રોટરી ક્લબ ઓફ અમરેલી(ગીર) વાત્સલય કેન્દ્રને આપવામાં આવશે. આ સંસ્થાઓ દ્વારા આ પ્રસાદ અમરેલી તથા આજુબાજુના જરૂરીયાતમંદોને પહોંચાડશે.આ મહાઅન્નકૂટ ઉત્સવના દર્શન કરવા માટે અમરેલી શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી ધર્મપ્રેમી જનતાએ પધારવા માટે ખાસ નિમંત્રણ આપવામાં આવ્યું છે.મહા અન્નકૂટ ઉત્સવની વિશેષતાઓ એ છે કે, ભક્ષ્ય, ભોજય, લેહ્ય અને ચોષ્ય એમ ચારેય વિભાગની કુલ 100 વાનગીઓ, જેમાં,251 મીઠાઈ,201 વિવિધ શાક,151 ફરસાણ, 101 જયુસ/શરબત, 101 બેકરીની આઈટમ, 51 અથાજ્ઞા, 51 મુખવાસ, 25 પ્રકારની દાળ, 25 પ્રકારના ભાત, ભાખરી રોટલા રોટલી, થેપલા પરોઠા ઢેબરા તથા ડેઝર્ટની અનેકવિધ વાનગીઓ ધરાવવામાં આવશે અને હિન્દુ પરંપરાગત શૈલી પ્રમાણે અન્નકૂટ રચવામાં આવશે. પ્રથમ ગોળાકારમાં “સખડી’ એટલે કે મિષ્ટાનો ગોઠવારો, દ્વિતિય ગોળાકારમાં અનસખડી’ એટલે કે દાળ, ભાત, કઠોળ વગેરે ગોઠવાશે. મધ્યમાં રાંધેલા ચોખાનો ગોવર્ધન પર્વત’ રચાશે.આ મહોત્સવમાં સેવાના જુદા જુદા 30 વિભાગોમાં 551થી વધારે સ્વયં સેવકો 10 દિવસ સેવામાં જોડાશે, 10,000 થી વધુ દર્શનાર્થીઓ શાંતિપૂર્વક દર્શન કરી શકે તે માટેનું શિસ્તબધ્ધ આયોજન કરાયું છે. તેમાં દર બે કલાકે મહા આરતી થશે. જેમાં શહેર શ્રેષ્ઠીઓની સાથે હરિભકતો જોડાશે.