અમરેલીમાં સવારે 14 કેસ આવ્યા બાદ સાંજે વધુ બાર કેસ આવતા મંગળવારે કુલ ૨૬ કેસ આવ્યા

અમરેલી,અમરેલી જિલ્લામાં મંગળવારે સવારે કોરોના ના 14 પોઝિટિવ કેસ આવ્યા હતા ત્યાર બાદ શંકાસ્પદ દર્દીઓ ના વધુ 12 પોઝિટિવ કેસ આવ્યા છે જેમાં ખાંભા રાયડી કુંડલા કેરાળા પિયાવા ચીખલી જીરા સાવરકુંડલા શહેર ધારીના આંબરડી નવી વસાહત પ્રેમપરા લાઠીના શાખપુર લીલીયા પુજાપાદર અને ખાંભા રાયડી ગામ ના દર્દી નો સમાવેશ થાય છે આ સાથે કુલ પોઝિટિવ કેસ ની સંખ્યા 378 થઈ છે જેમાંથી 214 દર્દીઓ સાજા થઈ ગયા છે અને 148 દર્દીઓ સારવારમાં છે.